ગોંડલ નજીક ગોડાઉનના ભોયરામાં છુપાવેલો 38.98 લાખનો દારૂ-બિયર પકડાયો

પોલીસ દરોડામાં 10 શખ્સોની ધરપકડ, સાત શખ્સો ફરાર ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે પર ભોજપરા ગામ નજીક આવેલા ક્રીષ્ના ફર્નિચરના ગોડાઉનમાં પોલીસે દરોડો પાડ્યો હતો. મોટા પાયે…

પોલીસ દરોડામાં 10 શખ્સોની ધરપકડ, સાત શખ્સો ફરાર

ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે પર ભોજપરા ગામ નજીક આવેલા ક્રીષ્ના ફર્નિચરના ગોડાઉનમાં પોલીસે દરોડો પાડ્યો હતો. મોટા પાયે ઈંગ્લીશ દારૂૂનું કટિંગ ચાલી રહ્યું હતું ત્યારે પોલીસ ત્રાટકી હતી આ દરોડામાં રૂૂ.38.98 લાખનો દારૂૂ-બીયરનો જથ્થો ભોયરામાં છુપાવેલો મળી આવ્યો હતો.પોલીસે કુલ 10 શખ્સોની ધરપકડ કરી હતી.તપાસમાં 7 શખસોના નામ ખુલ્યા છે. રાજકોટ રેંજ આઈજી અશોકકુમાર યાદવ અને જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહના માર્ગદર્શન હેઠળ, પી.આઈ એ.ડી. પરમાર અને પીએસઆઈ આર.જે.જાડેજા અને તેમની ટીમે આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું.

ભોજપરા ગામ નજીક આવેલા ક્રીષ્ના ફર્નિચરના ગોડાઉનમાં ભોયરું બનાવી દારૂૂ-બીયરનો જથ્થો છુપાવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી વ્હિસ્કી, વોડકા અને બિયર સહિતનો વિપુલ પ્રમાણમાં દારૂૂનો જથ્થો કબ્જે કર્યો છે. આ સાથે દારૂૂની હેરાફેરીમાં વપરાયેલી બે કાર, એક એક્ટીવા અને મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે કુલ રૂૂપિયા 38,98,976 નો દારૂૂ-બીયરથો જથ્થો કબ્જે કરી છે. આ દરોડામાં પોલીસે કુલ 10 આરોપીઓની ધરપકડ કરી છે. આમાં સ્થાનિક આરોપીઓ ગૌરવ જેઠવા, યશપાલ સાકરીયા, નિલેશ સોલંકી અને અનીશ ગીલાણીનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, મધ્યપ્રદેશના 7 શખ્સો પણ પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા મોટાભાગના આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. આરોપી યશપાલ સાકરીયા અને ગૌરવ જેઠવા વિરુદ્ધ 5-5 ગુનાઓ નોંધાયેલા છે. નિલેશ સોલંકી વિરુદ્ધ 4 અને અનીશ ગીલાણી વિરુદ્ધ પ્રોહિબિશનના 2 કેસ દાખલ થયેલા છે. પોલીસે આ કેસમાં સંડોવાયેલા અન્ય 7 આરોપીઓ, જેમાં ધર્મેશ કુકડો અને વિપુલ હાથીભાઈનો સમાવેશ થાય છે, તેમને ફરાર જાહેર કરી તેમની શોધખોળ શરૂૂ કરી છે. આ કાર્યવાહી પી.આઈ એ.ડી. પરમાર, પીએસઆઈ આર.જે.જાડેજા,એ.એસ.આઈ રૂૂપકબહાદુર હસ્તબહાદુર, પ્રતાપસિંહ સોલંકી, ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતની ટીમે સફળતાપૂર્વક હાથ ધરી હતી. હાલ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસનો શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *