ઉનામાં ગોલ્ડન સિટી સોસાયટીમાં સિંહણે વાછરડાનું મારણ કર્યું

વન અધિકારીના ઘર નજીક સિંહ પરિવાર જોવા મળતા ભયનો માહોલ ઉના શહેરના ગીર ગઢડા રોડ પર આવેલી ગોલ્ડન સિટી સોસાયટીમાં રાત્રિના સમયે સિંહ યુગલ જોવા…

વન અધિકારીના ઘર નજીક સિંહ પરિવાર જોવા મળતા ભયનો માહોલ

ઉના શહેરના ગીર ગઢડા રોડ પર આવેલી ગોલ્ડન સિટી સોસાયટીમાં રાત્રિના સમયે સિંહ યુગલ જોવા મળ્યું હતું. શહેરના હાર્દ સમાન ગણાતા આ વિસ્તારમાં સિંહણે એક વાછરડાનું મારણ કર્યું હતું. સિંહણ વાછરડાને મોઢામાં લઈને જતી હોવાના દૃશ્યો સ્થાનિકોએ પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા.આ ઘટના સોસાયટીની શેરી નંબર 5 માં બની હતી, જ્યાં સિંહણે લગભગ 20 દિવસ પહેલા જન્મેલા વાછરડાનો શિકાર કર્યો હતો. માનવ વસાહતમાં સિંહણ નિર્ભયપણે ફરતી જોવા મળતા સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો.નોંધનીય છે કે, જે સોસાયટીમાં સિંહ પરિવાર જોવા મળ્યો, ત્યાં વન વિભાગના આર.એફ.ઓ. (રેન્જ ફોરેસ્ટ ઓફિસર)નું પણ નિવાસસ્થાન છે.

સિંહણ વન અધિકારીના ઘરથી તદ્દન નજીક આવીને મારણ સાથે લટાર મારતી જોવા મળી હતી, જે ચિંતાનો વિષય બન્યો છે.આ સોસાયટીમાં 24 કલાક લોકોની અવરજવર વ્યાપક પ્રમાણમાં રહે છે. શહેરી વિસ્તારમાં સિંહ પરિવારના આવા આગમનથી લોકોમાં ભયનો માહોલ છે. તેથી, વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં રાત્રિના સમયે પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગણી ઉઠી છે, જેથી સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *