44.29 કરોડનુ ભંડોળ પુરું, કામ 80 ટકાએ પુરું થતા જ છેવાડે આવીને અટકી પડ્યું : વધુ ભંડોળની ગ્રાન્ટ આવ્યા પછી જ કામ આગળ વધી શકશે
જે રીતે સાસણમાં સિંહ સદનની ખુલ્લી જીપમાં અને દેવળિયાપાર્કમાં બસમાં બેસીને તદન નજીકથી વનરાજને ખુલ્લામાં વિહરતા નિહાળી શકાય છે એવી જ રીતે પ્રદ્યુમનપાર્ક પાછળ બનનાર લાયન સફારી પાર્કમાં સાવજોને ખુલ્લામાં ફરતા નજીકથી જોઇ શકાશે. આ મહત્વકાંક્ષી યોજના શરૂૂ કરવામા આવી હતી ત્યારે ખર્ચનો અંદાજ 44.29 કરોડ હતો. એ મુજબ ભંડોળ હવે છેલ્લે આવીને ખાલી થઇ ગયુ છે. કામ 80 ટકા પુર્ણ થઇ ચુક્યુ છે. પણ હજુ અંદાજે સાતેક કરોડનો ખર્ચ થઇ શકે તેમ હોય આ ખર્ચની મંજૂરીની પ્રક્રિયા કરવામા આવ્યા પછી જ આગળનું કામ થઇ શકે તેમ છે. જન્માષ્ટમીના તહેવારમાં રાજકોટના આ લાયન સફારીપાર્કને ખુલ્લુ મુકી દેવાની મનપાની તૈયારી હતી પરંતુ હવે શહેરીજનોને આ લાભ તહેવારમાં નહીં મળી શકે તેવુ હાલની સ્થિતિ પરથી નિશ્ચિત જણાઇ રહ્યુ છે.
રાજકોટના સીમાડે લાયન સફારી પાર્ક ખુલ્લું થવાની સહેલાણીઓ રાહ જોઇ રહ્યા છે ત્યારે જ મનપાએ હવે પાર્કનું ક્ષેત્રફળ 10000ચોરસ મીટર વધારી વધુ સુવિધા આપવા રૂૂ.7 કરોડના ખર્ચ ની મંજૂરી માંગતા હવે આ પ્રોજેક્ટ જુલાઈ માસના અંતમાં પૂર્ણ થવાની સંભાવના વ્યક્ત કરી છે. રાજકોટના શહેરીજનોને હરવાફરવાનું એક વધુ સ્થળ મળે તે માટે મહાનગરપાલિકા દ્વારા ઇસ્ટઝોન ખાતે ઝૂની બાજુમાં આવેલ જગ્યા પર એશિયાટીક લાયન સફારી પાર્ક બનાવવાનો નિર્ણય લઇ સરકારમાં દરખાસ્ત રજૂ કરેલ જેને મંજૂરી મળતા પાર્કનું કામ પુરજોરમાં શરૂૂૂ કરવામાં આવ્યું છે. રૂૂા.44 કરોડના ખર્ચે 29 હેકટર જગ્યા પર લાયન સફારી પાર્કની 80 ટકા કામગીરી પૂર્ણ થયાબાદ જૂન મહિનામાં લોકાર્પણ થવાની જાહેરાત તંત્ર એ કરી હતી પરંતુ હવે જમીન ક્ષેત્રફળ અને ખર્ચમાં વધારો થતા વેકેશન દરમિયાન શાળા કોલેજોમાં બાળકો સહિતનાને સાસણ ગીરની માફક રાજકોટના સિમાડે સિંહ હરતા ફરતા જોવાના લાહો મળી શકશે નહીં.
લાયન સફારી પાર્કનું સાત ફેઇઝમાં કામ કરવાનું હતું જે પૈકી કમ્પાઉંડ વોલ તથા ફેન્સીંગ અને મેઇન ગેઇટ, ઇલેકટ્રીક વાહન ટુ વે એન્ટ્રી એકિઝટ મોટા રસ્તાઓ નાના તળાવ ચેક ડેમ આયુર્વેદ વર્ક સહિતના કામો પણ પૂર્ણ થવામાં છે. બાકીના બે ફેઇઝનું કામ પણ ઝડપથી પૂરું થઈ જશે પરંતુ કામમાં વધારો થતા હવે ખુલ્લુ મૂકવાની ની મુદત વધારવામાં આવશે. મહાપાલિકા હસ્તકની 29 હેક્ટર જગ્યા ઉપર એશિયાટિક લાયન સફારી પાર્ક બનાવવાની જાહેરાત કરાયા બાદ કેન્દ્ર સરકારની ઝૂ ઓથોરિટી દ્વારા મંજૂરી અપાયા બાદ લાયન સફારી પાર્કના નિર્માણનું કાર્ય પૂરજોશમાં શરૂૂૂૂ કરી દેવાયું હતું અને સમયમર્યાદા જૂન-2026 નક્કી કરવામાં આવી હતી પરંતુ હવે વધુ સુવિધા આપવા માટે જમીનનું ક્ષેત્રફળ વધારતા ખર્ચ ની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે.
હાલ ચેઈનલિન્ક ફેન્સીંગ તેમજ કમ્પાઉન્ડ વોલ, ઈન્સ્પેક્શન પાથ, ઈન્ટરનલ રોડ, ટુ-વે ગેઈટનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. જ્યારે પ્રાણીઓ માટેનું નાઈટ શેલ્ટર (રાત્રિના સમયે રહેવાની સુવિધા), જીએસઆર, સહિતનું કામ પણ પૂર્ણ થવામાં છે અને હવે એન્ટ્રસ્ટ પ્લાઝા સહિતની વધુ સુવિધાઓ આપવા એક માસનો સમય લંબાવવામાં આવ્યો છે સહેલાણીઓને ફરવાનું સ્થળની સાથો સાથ તેમનું લોકેશન ટ્રેસ કરવા માટે ઈન્ટર કનેક્ટેડ રોડ પણ બનાવવામાં આવ્યાછે. લાયન સાસણમાં જે પ્રકારે સિંહદર્શન થાય છે તે રાજકોટમાં જ કરી શકાશે રાજકોટ સફારી પાર્ક એવા પ્રવાસીઓ માટે એક વિકલ્પ પૂરો પાડશે તેવી અપેક્ષા છે જેઓ ઉનાળા, દિવાળી અને નાતાલની રજાઓ જેવા પીક સમયગાળા દરમિયાન સાસણ ગીર માટે પરમિટ મેળવવામાં અસમર્થ હોય છે. મુલાકાતીઓ પહેલા રાજકોટ સફારીની મુલાકાત લેવાનું પસંદ કરી શકે છે અને પછી જૂનાગઢ અને ગીર સોમનાથની મુસાફરી કરી શકે છે, જે વ્યાપક ગીર પર્યટન સર્કિટનો ભાગ છે.
