સિહણે છલાંગ મારી ઊડતા પક્ષીનો કર્યો શિકાર

ગીર જંગલમાં અનેક રેર ઘટના બનતી હોય છે. એક આવા જ કિસ્સામાં સિંહણે મોટાં પક્ષીનો હવામાં છલાંગ લગાવી શિકાર કર્યો હોવાની ક્ષણો કેમેરામાં કેદ થઈ…

ગીર જંગલમાં અનેક રેર ઘટના બનતી હોય છે. એક આવા જ કિસ્સામાં સિંહણે મોટાં પક્ષીનો હવામાં છલાંગ લગાવી શિકાર કર્યો હોવાની ક્ષણો કેમેરામાં કેદ થઈ ગઈ છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં સાંસદ પરિમલભાઈ નથવાણીએ શેર કર્યો છે.

પાણીની આસપાસ રહેતા પેઈન્ટેન્ડ સ્ટોર્ક નામનું પક્ષી જમીન પર બેઠું હતું તેવામાં એક સિંહણની તેના પર નજર ગઈ, સિંહણે તેનો શિકાર કરવાનું મન બનાવી તેને પકડવા દોટ મુકી તેવામાં પેઈન્ટેન્ડ સ્ટોર્ક પક્ષીએ સિંહણથી બચવા જમીન પરથી ઊડવાની શરૂૂઆત કરી દીધી, અન્ય પક્ષી કરતોં તે વજનમાં વધારે હોવાથી પ્રમાણમાં ધીમી ગતિએ ફ્લાઈટ લેતું હતું તેવામાં જ સિંહણે પણ હવામાં છલાંગ લગાવી અને એ પક્ષીને શિકાર બનાવી લીધું હતું.આવી ઘટનાને ખૂબ જ રેર માનવામાં આવે છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ સમગ્ર ઘટનાનો વીડિયો તેમના સોશ્યલ મીડિયા પર મૂક્યો છે. જંગલમાં આવી ઘટના ક્યારેક ક્યારેક બનતી હશે પરંતુ આ ઘટનાના વીડિયોએ સૌને અંચબિત કરી દીધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *