રાજકોટ શહેરમાં સતત બે દિવસ પડેલા ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ નુકસાનીના સમાચાર સામે આવ્યા હતા ત્યારે શહેરની કલેકટર કચેરી ખાતે ભારે વરસાદના વીજળીના કડાકા ભડાકાના કારણે સર્કિટ થતા કચેરીના ઘણા બધા ઉપકરણો બળી ગયા હોવાનું શામાં આવ્યું છે ટીવી કોમ્પ્યુટર સહિતના અન્ય કેટલા પણ ઉપકરણો ભારે વરસાદ અને વીજળીના કારણે છતાં બળી ગયા છે.
સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર બે દિવસ પહેલા રાજકોટ શહેરમાં વીજળીના ચમકારા અને કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ શરૂૂ થયો હતો. આ ભારે વીજળી પડવાના કારણે કલેક્ટર ઓફિસમાં શોર્ટ સર્કિટ સર્જાઈ હતી જેનાં પરિણામે કચેરીના ટીવી , કમ્પ્યુટર સહિતના અસંખ્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો બળીને ખાખ થઈ ગયા છે સદનસીબે શનીવારે સાંજે કચેરીનાં રજાનો માહોલ હોય કોઇ જાનહાની સર્જાઇ ન હતી.
