ભાજપના નામે ચૂંટણી નહીં લડવાના પ્રદેશના આદેશનો લીગલ સેલે ઉલાળિયો કર્યો : એડવોકેટ દિલીપ પટેલ

રાજકોટ બાર એસોસીએશનની ચુંટણીમા ભાજપ પ્રેરીત વકિલોનાં બે જુથ ટકરાયા હતા ચુંટણી પરીણામ જાહેર થયા બાદ પણ બંને જુથ સામ સામે આક્ષેપ બાજી કરી રહયા…

રાજકોટ બાર એસોસીએશનની ચુંટણીમા ભાજપ પ્રેરીત વકિલોનાં બે જુથ ટકરાયા હતા ચુંટણી પરીણામ જાહેર થયા બાદ પણ બંને જુથ સામ સામે આક્ષેપ બાજી કરી રહયા છે ગઇકાલે પ્રદેશ લીગલ સેલનાં અધ્યક્ષે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાનાં મેમ્બર અને સિનીયર ધારાશાસ્ત્રીને ટાર્ગેટ કરીને બાર એશોસીએશનની ચુંટણીમા ભાજપની વિચારધારા વિરુધ્ધ કામ કરી અને કોંગ્રેસનાં મિત્રો સાથે મળી ચુંટણી જીત્યાનો આક્ષેપ કર્યો હતો ત્યારે વળતા પ્રહારમા દિલીપભાઇ પટેલે પ્રદેશ અને શહેર ભાજપ પ્રમુખ દ્વારા પાર્ટીના નામે ચુંટણી નહી લડવાની સુચના આપવામા આવી હોવા છતા લીગલ સેલ દ્વારા સમરસ પેનલને ચુંટણી લડાવવામા આવી હતી .

કારમી હાર થઇ હોવા છતા લાજવાનાં બદલે ગાજવાનુ બંધ કરો તેવો ટોણો માર્યો છે.પ્રદેશ ભાજપ લીગલ સેલના પૂર્વ સહ ક્ધવીનર અને બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના મેમ્બર દીલીપ પટેલે અખબાર યાદીમાં જણાવેલ કે ગુજરાતના બાર એસો.ના દરેક વકીલો ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા હોય છે. ભાજપ લીગલ સેલના નેજા હેઠળ સમરસ પેનલના નામે ચુંટણી લડવી નહી. ગુજરાતના એક પણ બાર એસો. ની ચુંટણી ભાજપ લીગલ સેલ લડાવેલ નથી માત્ર રાજકોટમાં જ ભાજપ લીગલ સેલના નામે ચુંટણી લડતા પ્રદેશ ભાજપ ઉપાધ્યાક્ષ અને શહેર ભાજપ પ્રમુખે અનેકવાર ભાજપ લીગલ સેલના નામે ચુંટણી ના લડવા માટે તાકીદ કરી હતી. આમ છતા ચુંટણી લડેલા અને હાર થતા પચાવી ન શક્યા તેવુ લાગી રહેલ છે. બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયામાં ચુંટાયેલ પ્રતિનીધી છુ તમો કહો ત્યારે રાજીનામુ આપવુ ફરજીયાત નથી ગત વર્ષ ભારતીય જનતા પાર્ટીએ લીગલ સેલના નામે ચુંટણી નહી લડવાની સ્પષ્ટ સુચના આપેલ હોવાથી છતાં ચુંટણી લડ્યા અને હારનો સામનો કરવો પડ્યો છે.

અમે કે ભાજપના કોઈ કાર્યકર્તાએ ભાજપ વિરૂૂધ્ધ કોઈ કાર્ય કરેલ નથી અને પક્ષની ના હોવા છતા આપે ભાજપનુ બેનર વાપર્યું છે. ભુતકાળમાં તમે કોગ્રેસનો સાથ લઈ ચુંટણી જીતવા માટે કાવાદાવા કરેલ છે તે તમામ વકીલો જાણે છે. ભાજપની વિચારધારા માત્ર ચુંટણીમાં તમારી પેનલ સામે લડવાથી બદલાય નથી જતી અને ભુતકાળમાં તમે વ્યક્તિગત ભાજપ સાથેની વફાદારી છોડી અને કોગ્રેસના અગ્રણીઓને ચુંટણીમાં સાથ મેળવેલ છે તે જગ જાહેર છે. ગત વર્ષ અમારા લોકો સમરસ પેનલના નામે લડેલ તમે અન્ય પેનલનું નામ રાખેલ હતુ.તમે અને તમારા સાથે ચુંટણી લડનારાઓ પ્રદેશ ભાજપ અને શહેર ભાજપનો આભાર માનો કે ભાજપ લીગલ સેલના નામે ના હોવા છતા તમે ચુંટણી લડી પરંતુ તમારી તમામ સામે કોઈ કાર્યવાહી નહી તે ઉપકાર માનવો જોઈએ અને લાજવાને બદલે ગાજવાનું બંધ કરવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *