અનિરૂદ્ધસિંહની સજામાફી સામે સતત બીજા દિવસે કાનૂની જંગ

ગોંડલના ધારાસભ્ય પોપટલાખા સોરઠીયાની 15મી ઓગષ્ટની ઉજવણીના કાર્યક્રમ દરમિયાન 1988ના વર્ષમા સરાજાહેર ગોળી ધરબી કરવામાં આવેલ હત્યાના ભારે ચકચારી બનાવમાં આજીવન કેદની સજામાંથી આરોપી રીબડાના…

ગોંડલના ધારાસભ્ય પોપટલાખા સોરઠીયાની 15મી ઓગષ્ટની ઉજવણીના કાર્યક્રમ દરમિયાન 1988ના વર્ષમા સરાજાહેર ગોળી ધરબી કરવામાં આવેલ હત્યાના ભારે ચકચારી બનાવમાં આજીવન કેદની સજામાંથી આરોપી રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાને માફી આપવાના કેસમાં આજે સતત બીજા દિવસે હાઇકોર્ટમાં સુનાવણી ચાલુ રહી હતી અને સજામાફી અંગે હાઇકોર્ટે લાભની નીતિ અંગે સવાલો ઉઠાવતા સરકારનો વકીલો સંતોષકારક જવાબો આપી શકયા ન હતા.

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પોપટભાઇ સોરઠીયાની વર્ષ 1988મા ધ્વજવંદન કાર્યક્રમમાં જ પિસ્તોલથી ગોળીઓ ધરબી દઇ જાહેરમાં સનસનાટીભરી હત્યા કરવાના કેસમાં ટાડા એકટ હેઠળ સજા પામેલા રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને 2018માં સજા માફી આપવાના સરકારના નિર્ણયને પડકારતી રિટ અરજીની સુનાવણીમાં સતત બીજા દિવસે હાઇકોર્ટેમાં ચાલી હતી.

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પોપટભાઇ સોરઠીયાના પૌત્ર હરેશભાઈ રમેશભાઈ સોરઠીયા દ્વારા કરવામાં આવેલી અરજીમાં સરકારને અનિરુદ્ધસિંહ જાડેજાને સજા માફીનો લાભ આપવા મુદ્દે વહેલા જેલમાંથી મુકત કરવા મામલે સવાલો કર્યો હતા. જસ્ટિસ હસમુખ ડી.સુથારે સરકારના સામાવાળાઓની આવા વિવાદીત નિર્ણયને લઇ સખ્ત શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. હાઇકોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને કેવી રીતે અને કઇ જોગવાઇના આધારે સજા માફીનો લાભ અપાયો તેનો ખુલાસો સરકારપક્ષ પાસેથી માંગ્યો હતો અને કેસની વધુ સુનાવણી સતત બીજા દિવસે થઇ હતી.

હાઇકોર્ટે જેલ વિભાગના અધિકારીને સજા માફીના લાભની નીતિ અંગે સવાલો કરતાં તેઓ સંતોષજનક જવાબ આપી શકયા ન હતા. હાઇકોર્ટની પૃચ્છાઓ દરમ્યાન સરકારપક્ષ તરફથી પણ સંતોષજનક ખુલાસો કરી શકાયો ન હતો. સ્વ.પોપટભાઇ સોરઠીયાના પૌત્ર હરેશ સોરઠીયા દ્વારા આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાને જેલમાંથી સજા પહેલાં વહેલા મુકત કરી દેવાના સરકારના વિવાદીત નિર્ણયને પડકારતી રિટમાં એવી રજૂઆત કરાઇ હતી કે, ગત 29 જાન્યુઆરી 2018ના રોજ તત્કાલીન જેલોના એડીજીપી ટી.એસ.બિષ્ટ દ્વારા જૂનાગઢ જેલ ઓથોરીટીને પત્ર લખાયો હતો અને તેના આધારે જાડેજાને સજા માફી આપી દેવાઇ હતી. જેની પાછળ એવું કારણ અપાયું હતું કે, જાડેજાએ 18 વર્ષનો જેલવાસ ભોગવ્યો છે. પરંતુ સુપ્રીમકોર્ટના ચુકાદા મુજબ, આજીવન કેદની સજા એટલે જીવે ત્યાં સુધી સજા ભોગવવાની હોય છે. સમગ્ર મામલામાં રાજય સરકાર દ્વારા કાયદાકીય પ્રક્રિયા અનુસર્યા વિના ખોટી રીતે નિર્ણય લેવાયો છે., તેથી અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી રદ કરી તેને બાકીની સજા ભોગવવા માટે જેલમાં પરત મોકલવા જોઇએ.

અરજદાર દ્વારા અદાલતનું ઘ્યાન દોરાયું હતું કે, હત્યાના ઉપરોકત બનાવ બાદ તેમના પરિવાર દ્વારા પોતાની તમામ મિલ્કત વેચીને ગોંડલ છોડીને જતુ રહેવુ પડયુ હતુ. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને નીલેશકુમાર નામના આરોપીને ટાડા એકટની જોગવાઇ હેઠળ ધરપકડ કરી ટ્રાયલ ચાલ્યો હતો, જેમાં સાક્ષીઓ ફરી જતાં બંને આરોપીઓ નિર્દોષ છૂટી ગયા હતા. જેની સામે સરકાર દ્વારા અપીલ કરવામાં આવતાં 10 જુલાઇ 1997ના રોજ સુપ્રીમકોર્ટે જન્મટીપની સજા ફટકારી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *