‘ડેમેજ કંટ્રોલ’ કરવા આવેલા નેતાઓ લોકોનાં રોષથી ‘ડેમેજ’

ટિકિટ વહેંચણી સહિત અનેક મુદ્દે કાર્યકરો નારાજ, સાથે વિવિધ વોર્ડ વિસ્તારના રહેવાસીઓ પણ ભાજપના વિરોધમાં ભાજપ આગેવાનોએ પણ ચાલતી પકડવી પડે તેવી સ્થિતિ: પક્ષનાં જૂના…

ટિકિટ વહેંચણી સહિત અનેક મુદ્દે કાર્યકરો નારાજ, સાથે વિવિધ વોર્ડ વિસ્તારના રહેવાસીઓ પણ ભાજપના વિરોધમાં

ભાજપ આગેવાનોએ પણ ચાલતી પકડવી પડે તેવી સ્થિતિ: પક્ષનાં જૂના જોગીઓ પણ સંપૂર્ણ ‘નિષ્ફળ’

રાજકોટમાં ડેમેજ કંટ્રોલ કરવા આવેલા ભાજપના નેતા લોકોના રોષનો ભોગ બન્યા, રાજકોટમાં છેલ્લી ઘડીએ ભાજપ સામે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. કાર્યકરોમાં નારાજગી વધતાં ભાજપે જુના જોગીઓને દોડાવ્યા હતાં. ડેમેજ કંટ્રોલ કરવા માટે આવેલા નેતાઓ જ કાર્યકરોના રોષનો ભોગ બન્યા હતાં.

રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકીય પક્ષોમાં પ્રચારની સાથે ઉકળાટ પણ જોવા મળી રહ્યો છે.ત્યારે રાજકોટ શહેર વોર્ડ નં.2 માં જોવા મળ્યા છે.વોર્ડ સંકલનની એક બેઠક જે પૂર્વ કોર્પોરેટરના નિવાસસ્થાને મળી હતી.આ બેઠકમાં ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ મોડા પહોંચ્યા બાદ તેમની અને પૂર્વ કોર્પોરેટર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.બીજી તરફ ડેમેજ કંટ્રોલ રોકવા માટે આવેલા નેતાઓ પણ કાર્યકરોના રોષનો ભોગ બન્યા હતાં.કાર્યકરોમાં નારાજગી વધતાં ભાજપે જુના જોગીઓને દોડાવ્યા હતાં. ડેમેજ કંટ્રોલ કરવા માટે આવેલા નેતાઓ જ કાર્યકરોના રોષનો ભોગ બન્યા હતાં. લોકોએ ચાલતી પકડતાં જ ભાજપના નેતા રૂૂપાપરા, નીતીન ભારદ્વાજે એ લોકોને રોક્યા હતાં. તેમના રોકવા છતાં લોકોએ ચાલતી પકડી હતી. લોકોએ એવા ચાબખા માર્યા હતાં કે આ લોકોની હવા કાઢો, ભાજપના સિનિયર નેતાઓ સામે લોકોએ રોષ ઠાલવ્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે. કોર્પોરેટરો ફોન ઉપાડતા નથી માટે પરિવર્તન જરૂૂરી છે. રાજકોટમાં વોર્ડ 1,2, 3,8, 10, 12, 13, 14, 16માં નારાજગી જોવા મળી છે.

પૂર્વ કોર્પોરેટરે આક્ષેપ કર્યો હતો કે,વોર્ડ નં.2 માં જૈન સમાજની વસ્તી નહિવત હોવા છતાં માત્ર જ્ઞાતિવાદ રાખીને પોતાના સમાજને જ ટીકીટો ફાળવવામાં આવી છે અને બહુમતી ધરાવતા લોહાણા સમાજની અવગણના કરવામાં આવી રહી છે. આ ઉગ્ર ચર્ચા દરમિયાન જ્યારે ધારાસભ્ય ડો.દર્શિતા શાહે કહ્યું કે,હું ધારાસભ્ય છું, ત્યારે પૂર્વે કોર્પોરેટરે જવાબ આપતા કહ્યું હતું કે, તમે ધારાસભ્ય હશો પણ ભગવાન નથી!આ સાંભળતા જ બેઠકમાં હાજર અન્ય હોદ્દેદારો અને કાર્યકરો સ્તબ્ધ થઈ ગયા હતા. ચૂંટણીના મતદાન પુર્વેે જ ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો અને કાર્યકરો વચ્ચે નાની મોટી બાબતોમાં માથાકુટ શરૂૂ થઇ છે.

અગાઉ વોર્ડ ન.3 અને 4માં આમ આદમી પાર્ટીના બેનર ફાડી નાખવાની ઘટના બની હતી ત્યારે ગઇકાલે રાત્રે વોર્ડ નં.12માં ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વચ્ચે માથાકુટ થઇ હતી. વોર્ડ નં.12માં આવેલી સુખસાગર સોસાયટીમાં આમ આદમી પાર્ટી દ્વારા લગાવવામાં આવેલા પ્રચાર બેનર મુદ્દે ગઇકાલે રાત્રે બન્ને પક્ષ વચ્ચે ઘર્ષણ થયું હતું. આમ આદમી પાર્ટીના બેનર લગાવવા મુદ્દે માથાકુટ થતા આ વોર્ડના ભાજપના ઉમેદવાર પુર્વ મેયર ડો. પ્રદિપભાઇ ડવ ટેકેદારો સાથે દોડી ગયા હતા. આ વખતે બન્ને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. આ લમણાંઝીંકનો વિડિયો લેવામાં આવતાં ડો. પ્રદિપ ડવ વધુ ઉશ્કેરાયા હતા. જોકે આ વિડિયો સોશિયલ મિડીયા પર વાયરલ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *