વીંછિયા નજીક દારૂના કટિંગ વખતે એલસીબીનો દરોડો, 1404 બોટલ દારૂ-બિયર કબજે

વિંછીયા ગામના સીમ વિસ્તારમાં આવેલી એક વાડીમાં રાત્રિના દારૂૂના કટિંગ સમયે એલસીબીની ટીમે દરોડો પાડી 1404 બોટલ દારૂૂ બીયરનો જથ્થા સાથે પાંચ શખ્સોની ધરપકડ કરી…

વિંછીયા ગામના સીમ વિસ્તારમાં આવેલી એક વાડીમાં રાત્રિના દારૂૂના કટિંગ સમયે એલસીબીની ટીમે દરોડો પાડી 1404 બોટલ દારૂૂ બીયરનો જથ્થા સાથે પાંચ શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસની ટીમે વિદેશી દારૂૂનો મોટો જથ્થો, લક્ઝરી કાર અને મોબાઈલ ફોન સહિત કુલ રૂૂ.12,81,872નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

જીલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરની સૂચનાથી પ્રોહિબિશનના ગુન્હાઓ ડામવા માટે કાર્યરત લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે વિંછીયા વિસ્તારમાં એક મોટી સફળતા મેળવી છે. વિંછીયા ગામના સીમ વિસ્તારમાં હિતેષભાઈ રતાભાઈ રોજાસરાની કબજા ભોગવટાવાળી વાડીમાં પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂૂનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.સ્થળ ઉપરથી હ્યુન્ડાઈ ક્રેટા કાર નં. જીજે-18-ઈઈ-9462 સાથે દારૂૂ-બીયરનું કટિંગ કરતા હિતેષભાઈ રતાભાઈ રોજાસરા (રહે. વિંછીયા), દિલીપભાઈ કનુભાઈ ચાવડા (રહે. મોટા માત્રા) , કિશનભાઈ હકાભાઈ તલસાણીયા (રહે. વિંછીયા) ,રાહુલભાઈ ભાવેશભાઈ તલસાણીયા (રહે. વિંછીયા) , વિકાસ હરલાલ બિશ્નોઈ (રહે. રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. વાડી અને કારમાંથી વિવિધ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂૂની કુલ 1020 બોટલો કિંમત રૂૂ.2,08,872 અને 384 બીયર ટીન કિંમત રૂૂ.48,000 મળી આવ્યા હતા. આ ઉપરાંત, પોલીસે રૂૂ. 10 લાખની કિંમતની ક્રેટા કાર અને પાંચ મોબાઈલ ફોન સહીત રૂૂ.12.81 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પાંચેય આરોપીઓ વિરુદ્ધ વિંછીયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ), 65(ઈ), 116-બી, 81 અને 98(2) મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. આ સમગ્ર કેસની વધુ તપાસ પી.આઈ જે.પી.ગોસાઈને સોંપવામાં આવી છે. આ દારૂૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને આગળ કોને સપ્લાય કરવાનો એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *