જામનગર ના ગોકુલનગર , પાણાખાણ ના એક મકાન માં જુગાર રમાતો હોવા ની બાતમી ના આધારે એલસીબી પોલીસે દરોડો પાડ્યો હતો .અને સાત શખ્સો ને રૂૂપિયા 80 હજાર ની રોકડ અને અન્ય મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.
એલ.સી.બી. સ્ટાફ ને મળેલ ખાનગી હકિકત આધારે શહેર માં ગોકુલનગર પાણાખાણ શેરી નં-1 પીઠડ પાન ની બાજુમાં રહેતા નારણભાઈ ડેર ના મકાન માં બહારથી માણસો ભેગા કરીને ગંજીપતા ના પાના વડે તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમાતો હોવા ની બાતમી ના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. અને જુગાર રમી રહેલા નારણભાઇ ઉર્ફે ભીખો વેજાણંદભાઇ ડેર (રહે.ગોકુલનગર પાણાખાણ ) , વનરાજભાઇ સવસીભાઈ પારજીયા ( રહે.ગોકુલનગર સોમનાથ સોસાયટી ), રમેશભાઈ બાબુભાઇ મકવાણા (રહે.ગોકુલનગર), ભીખુભાઇ પોલાભાઇ ડાંગર ( રહે.ગોકુલનગર), સંજય બાબુભાઇ તરાવીયા (રહે.લાલપુર બાયપાસ જામનગર) , અજય ભીખુભાઇ જંડાલીયા ( રહે.ગોકુલનગર ખોડીયારનગર ) અને ગોવિંદભાઇ નાથાભાઇ રાઠોડ ( રહે. ગોકુલનગર ખોડીયારનગર ) ને ઝડપી લીધા હતા. પોલીસે જુગાર ના સ્થળે થી રોકડ રૂૂ. 80,470 તથા મોબાઇલ ફોન નં-7 (કિ.રૂૂ.27,000) તથા એક મોટર સાયકલ (.કિ.રૂૂ.60,000) મળી કુલ કિ.રૂૂ.1.67,470 ની કિંમત નો મુદામાલ કબ્જે કર્યો હતો.
