જંગલેશ્ર્વરના દબાણકારોની છેલ્લી સુનાવણી, કલમ 202 હેઠળ નોટિસો આપવાનું શરૂ

રાજકોટના જંગલેશ્વરમાં પૂર્વ મામલેદાર દ્રારા 1 લાખ ચોરસ મીટરથી વધુ જમીન દૂર કરવા 1358 આસામીઓને કલમ 61 મૂજબ છેલ્લી નોટિસનું આજે છેલ્લું હિયરીંગ હતુ.મિલકત ધારકોને…

રાજકોટના જંગલેશ્વરમાં પૂર્વ મામલેદાર દ્રારા 1 લાખ ચોરસ મીટરથી વધુ જમીન દૂર કરવા 1358 આસામીઓને કલમ 61 મૂજબ છેલ્લી નોટિસનું આજે છેલ્લું હિયરીંગ હતુ.મિલકત ધારકોને આપવામાં આવેલી નોટિસમાં લખાયું છે કે, ટીપી સ્કીમ નં.6 ના એફ. પી. નં. 159 પૈકીમાં ગેરકાયદેસર કબજો મેળવવામાં આવેલો છે. જેથી દંડ વસુલાત કરી જમીન ખુલ્લી શા માટે ન કરાવવી? અને અન્ય કાયદાકીય પગલા શા માટે ન લેવા ? જેમકે સાંભળવા માટે હિયરિંગ રાખવામાં આવ્યું છે. જે સમયે આધાર પુરાવા રજૂ કરવા અને ત્યારબાદ જો સરકારી જમીન ઉપર દબાણ હોવાનું સાબિત થશે તો દંડનો હૂકમ કરી કલમ 202 હેઠળ દબાણ દૂર કરવામાં આવશે. અથવા તંત્ર દ્રારા ગમે ત્યારે ડીમોલેશન કામગીરી હાથ ધરવામા આવશે.

નોંધનીય છે કે, રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર દબાણરૂૂપ 1358 આસામીઓને કલમ – 61 મૂજબ નોટિસ આપવામાં આવેલી છે. જેમાંથી 390 આસામીઓએ પૂર્વ વિભાગના મામલતદાર સમક્ષ પોતાના દાવાઓ રજૂ કર્યા છે.જ્યારે મિલકત અંગેના પોતાના હક્ક દાવાઓ રજૂ ન કરતા 968 આસામીઓને બીજી નોટિસ આપવામાં આવી હતી. જેમાંથી 578 આસામીઓએ પોતાનો જવાબ રજૂ કરેલો છે. જે બાદ 390 મિલકતધારકો એવા છે કે જેઓએ હજુ પણ પોતાનો જવાબ રજૂ કર્યો નથી જેથી તેઓને ત્રીજી નોટિસ આપવામાં આવી હતી.

જંગલેશ્વરમાં સરકારી જમીન પર દબાણકર્તાઓ દ્વારા 3 સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જેમાંથી 2 એપ્લિકેશન કોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે. જ્યારે વહીવટી તંત્ર દ્વારા હાઇકોર્ટમાં કેવીએટ પણ અગાઉ દાખલ કરવામાં આવેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *