લોકભોગ્ય યોજના સહિતની સિધ્ધિઓ શાસકો વર્ણવશે : પાંચ વર્ષના કાર્યકાળનું સરવૈયું તૈયાર થવા લાગ્યું : વિરોધ પક્ષ પણ પાંચ વર્ષની નિષ્ફળતાઓ ગજવવા તૈયારીમાં
દાયકા બાદ વ્યાજ માફી, રૂૂા. એક હજારના પાસમાં મહિલાઓને પુરૂૂ વર્ષ સીટી બસમાં ફ્રી મુસાફરી, વડીલોના નામે વૃક્ષારોપણ, રેસકોર્સના નવસર્જન સહિતની 23 યોજનાઓ સાથેનું રૂૂા.3604.90 કરોડનુ બજેટ ગઇકાલે સ્ટે.કમીટીએ મંજૂર કર્યુ છે. જે નિયમ મુજબ જનરલ બોર્ડમાં મંજૂર કરવાનું હોય આગામી તા.18ના બુધવારે સવારે 11 કલાકે સામાન્ય સભા બોલાવવાનો એજન્ડા બહાર પાડવામાં આવ્યો છે.
ભાજપ શાસકોની વર્તમાન બોડીનું આ અંતિમ જનરલ બોર્ડ રહેશેે. જેમાં માત્ર બજેટની જ ચર્ચા થઇ શકે છે. આમ છતાં ભાજપ શાસકો આ બજેટ સહિત પાંચ વર્ષના કાર્યકાળની સિધ્ધિ વર્ણવે અને ચૂંટણી વર્ષમાં વિરોધ પક્ષ કોંગ્રેસ શાસકો પર તુટી પડે તેવી તૈયારી થાય તેમ હોય, આ બોર્ડમાં ચૂંટણીનો માહોલ ગાજે અને રાજકીય ટકકર થાય તેવા પણ નિર્દેશ છે.
1 એપ્રિલથી લાગુ થનારા બજેટના એજન્ડા પર 11 દરખાસ્ત મુકવામાં આવી છે. ચાલુ વર્ષનું રીવાઇઝ, નવા વર્ષનું મંજૂર બજેટ બહાલ કરવા સાથે અલગ અલગ કરવેરા નિયત કરવાની દરખાસ્ત દર વર્ષની જેમ એજન્ડા પર છે. વ્યાજમાફી યોજનાનો તો આજથી જ અમલ શરૂૂ કરી દેવામાં આવ્યો છે. તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું અંદાજપત્ર પણ જનરલ બોર્ડમાં મુકીને મંજુર કરવામાં આવશે.ગઇકાલે 2026-27ના અંદાજપત્રમાં મ્યુનિ. કમિશ્ર્નરે પ્રજા પર સૂચવેલો 9પ કરોડનો કરબોજ ધારણા મુજબ જ ભાજપ શાસકોની સ્ટે.કમીટીએ ચૂંટણી વર્ષમાં નામંજૂર કર્યો હતો. કમિશ્ર્નરે મુકેલા 3પ9પ.70 કરોડના બજેટના કદમાં 9.20 કરોડનો વધારો કરી ચેરમેન જયમીન ઠાકરે સામાન્ય વધારો કરી 3604.90 કરોડનું અંદાજપત્ર જનરલ બોર્ડને મોકલ્યું છે. બાકી વેરામાં રૂૂા. પાંચ-પાંચ હજારની મર્યાદામાં વ્યાજ રાહત અને ફલાવર બેડ પ્રકરણ સાથેના બિલ્ડીંગ પ્રોજેકટસ નિયમબધ્ધ કરાવવા રેગ્યુલરાઇઝેશન ફીમાં હપ્તા પધ્ધતિની જાહેરાત કરવામાં આવી હતી.
દાયકા બાદ આવેલી યોજનામાં વ્યાજ રાહત યોજના અંતર્ગત મહાનગરપાલિકા વિસ્તારના મિલ્કતધારકોએ ભરવાના બાકી રહેલ પ્રોપર્ટી ટેક્ષમાં ચડત વ્યાજમાં રાહત આપવા માટે રહેણાંક તેમજ બિન-રહેણાંક મિલ્કતોમાં સામાન્ય કરના ચડત વ્યાજમાં રૂૂ.5000 સુધીની રકમનું વ્યાજ માફ કરાશે. તો પાણી વેરાના ચડત વ્યાજમાં રૂૂ.5000 સુધીની રકમનું વ્યાજ માફ કરવામાં આવશે, જેનો અમલ આજથી જ શરૂૂ થઇ ગયો છે.
રાજકોટમાં હાઇરાઇઝ બિલ્ડીંગના ફ્લાવર બેડ (આર્કિટેકચરલ પ્રોજેક્શન્સ) માટે ઘણાં સમયથી આવેલ અરજીઓ અન્વયે બી.યુ. પરમીશન આપવાની પ્રક્રિયાને વેગવંતી બનાવવા અને બિલ્ડર્સને રાહત આપવા રેગ્યુલરાઇઝેશન ફીમાં હપ્તા પધ્ધતિ યોજના અમલમાં મુકવામાં આવશે. આ યોજના અંતર્ગત રૂૂ.50 લાખથી ઓછી રકમની રેગ્યુલરાઇઝેશન ફી એક સાથે ભરપાઇ કરવાની રહેશે, તેમજ રૂૂ.50 લાખ કે તેથી વધુની રકમ એક વર્ષની સમયમર્યાદામાં ચાર ત્રિમાસિક હપ્તાથી ભરપાઇ કરી શકાશે.
નવા વર્ષના બજેટમાં રેસકોર્સ બ્યુટીફીકેશન, નવા બ્રીજના પાયલોટ સ્ટડી, પાણી વિતરણનું મોનીટરીંગ, સીનીયર સીટીઝનના નામે વૃક્ષારોપણ, નાના મવા બ્રીજ નીચે ગેમ ઝોન સાથે કાફેટેરીયા, ઇલે. બસના ચાર્જીંગ સ્ટેશન બનાવાશે. તો પીપીપીના ધોરણે સેન્ટ્રલ ઝોન બિલ્ડીંગના રીનોવેશન, નમોવન, વોર્ડ નં.1રમાં નવો સ્વીમીંગ પુલ, વેસ્ટ ઝોનમાં નવું શોપીંગ સેન્ટર અને ફુડ ઝોન, મહિલા સુરક્ષીત સફર યોજના, લગ્ન નોંધણી ઓનલાઇન, 60 એલઇડી બોર્ડ, કોમ્યુનિટી હોલ બુકીંગમાં સરળતા જેવી જોગવાઇ દાખલ કરાઇ છે. મહિલાઓને રૂૂા. એક હજારમાં પુરૂૂ વર્ષ સીટી બસ અને બીઆરટીએસમાં ફ્રી મુસાફરી, ત્રણે ઝોનમાં એક-એક મહિલાઓ માટેની અને લેડીઝ ડ્રાઇવર-ક્ધડકટર સાથેની પિંક બસ મુકવા પણ જાહેરાત કરાઇ છે.હવે ચાલુ પાંચ વર્ષની ટર્મનું આ અંતિમ જનરલ બોર્ડ છે. તેમાં બજેટ સિવાયની કોઇ ચર્ચા કે પ્રશ્ર્નોત્તરી હોતા નથી. આમ છતાં બજેટ અને વિકાસ કામોને લઇને ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે રાજકીય ટકરાવ થશે તે નકકી છે.
