સોમવારના રોજ જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજકોટ શહેરના ડીસીપી અને જિલ્લા પોલીસવડા સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
બેઠક દરમિયાન કુલ 58 જેટલા કેસો પર સમીક્ષા કરવામાં આવી હતી. આ પૈકી 07 અરજદારોને રૂૂબરૂૂ સાંભળીને તેમની રજૂઆતો ધ્યાને લેવામાં આવી હતી. રાજકોટ શહેરના બે જેટલા કેસોમાં તાત્કાલિક ધોરણે પોલીસ ફરિયાદ નોંધવાનું નક્કી કરવામાં આવ્યું છે.
45 જેટલા કેસોને પૂરતા આધારના અભાવે અથવા અન્ય કારણોસર ડ્રોપ કરવામાં આવ્યા હતા. 07 જેટલા કેસોમાં અરજદારો અને સામે પક્ષ વચ્ચે સુખદ સમાધાન થયું હોવાનું સામે આવ્યું હતું. માત્ર ચાર કેસ વધુ ચકાસણી અને દસ્તાવેજોની જરૂૂરિયાતને કારણે પેન્ડિંગ રાખવામાં આવ્યો છે.
