સિવિલ હોસ્પિ.માં લાલિયાવાડી, મંત્રીને પણ ગાંઠતા નથી: હકાભા

રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ સોશ્યિલ મીડિયામાં એક વીડિયો મુકી સિવિલ હોસ્પિટલમાં તેની બહેનની સારવાર દરમિયાન…

રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ સોશ્યિલ મીડિયામાં એક વીડિયો મુકી સિવિલ હોસ્પિટલમાં તેની બહેનની સારવાર દરમિયાન સ્ટાફના અને ડોકટરોના કડવા અનુભવ થયાનો આક્ષેપ કર્યો છે અને સરકારને યોગ્ય કાર્યવાહી કરવા અપીલ કરી છે.

મારા જીવનમાં બે અનુભવ આ મહિનામાં બન્યા. એક સારો અને બીજો ખરાબ. આ 12-15 દિવસમાં મને સારો અનુભવ ગુજરાત પોલીસનો થયો. ખરાબ અનુભવ થયો મને સિવિલ હોસ્પિટલ રાજકોટનો. મારા બેન છે એ ગરીબ પરિવારના છે ગૌશાળામાં નોકરી કરે છે. તેઓ આખો પરિવાર રાજકોટથી હળવદ માતાજીના દર્શન કરવા માટે ચાલતાં-ચાલતાં જતા હતા. આ દરમિયાન વહેલી સવારે મારા બેનને એક ગાડીવાળાએ ટક્કર મારી જતો રહ્યો. તેમને માથામાં હેમરેજ થઈ ગયું. લોહી બહું નીકળી ગયું હતું. એ લોકો સીધા લઈ ગયા મોરબી સિવિલમાં ત્યાંથી રાજકોટ સિવિલમાં રિફર કરાયા. કલાક-બે કલાક ત્યાં બગડ્યા. લોહી બહુ નીકળતા ટાંકા લેવા પડ્યા. પછી સિવિલ હોસ્પિટલ રાજકોટ લાવ્યા. હું પણ ત્યાં પહોંચી ગયો.

સાહેબ મને એવો ખરાબ અનુભવ થયો છે. સરકાર પુરુ ધ્યાન આપે છે પણ હોસ્પિટલવાળા કંઇ ધ્યાન આપતા નથી. જેટલી પ્રાઇવેટમાં છે તેટલી સિવિલ હોસ્પિટલમાં સુવિધા છે. પણ કોઇએ ધ્યાન આપ્યું નથી. 5 કલાકે સિટી સ્કેન થયો છે. 5 કલાકમાં માણસ મરી જાય. 10-12 ખાટલાની લાઇન છે. ત્યાં સીસીટીવી કેમેરા છે તમે ચેક કરી શકો છો.
મેં કહ્યું આમને ફટાફટ લઇ લો. પણ એક લુખ્ખો વાત કરતો હોય તેમ એ ડોક્ટર મારી જોડે વાત કરતો હતો. વારો આવે તેમ આવે એમ ના આવે. આમ બેસી જાવ સાઇડમાં. મેં કહ્યું કે હુ હકાભા ગઢવી છું, કલાકાર છું. મારી જેવા માણસ જોડે તમે આવું વર્તન કરો છો તો નાના માણસ જોડે શું વર્તન કરતા હશો. હું એમ નથી કહેતો કે મારો વારો પહેલાં લઇ લો પણ આમા સિરિયસ કોણ છે એનો નંબર પહેલાં લઇ લો.

કંઇ નહીં 5 કલાકે તો સિટી સ્કેન થયું અને 3 કલાકે તો મગજનો ડોક્ટર આવે છે. એટલે સરકાર અને આરોગ્ય મંત્રીને કહું છું કે તમે આમાં ચોક્કસ ધ્યાન આપજો. અહીં સિવિલ હોસ્પિટલ રાજકોટ પર. તેની પર ગરીબ માણસ નભે છે. એવું હોય તો ત્યાં તમે કોઇ ત્યાં તમારા માણસને સારવાર માટે મોકલો એટલે તમને ખબર પડી જાય.

એટલી બેકાર સર્વિસ છે કે મેં એક મંત્રીને પણ ફોન કર્યો હતો. એ મંત્રીનું પણ આ લોકોએ માન રાખ્યું નથી. કોઇએ ધ્યાન આપ્યું નહીં. મારી જોડે સારા-સારા માણસો પણ હતા. મગજના ડોક્ટરની જરૂૂર હોય તો બે-અઢી કલાકે આવે છે. સરકારને વિનંતી છે કે આમાં ચોક્કલ નોંધ લે. રાજકોટ સિવિલ હોસ્પિટલ આપણા ગુજરાતનું નાક કહેવાય. નાના માણસો મરે છે. ચોક્કસ ધ્યાન આપજો.

આ તો હું ગયો તો મને ખબર પડી કે આતો આવું બધું ચાલે છે. મારી બેન જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતી હતી. મારી બેન માતાજીની દયાથી બચી ગઈ છે. હજુ ભાનમાં નથી આવ્યા. પછી ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી. એમને ઓછા પૈસા લીધા. અડધા પૈસામાં દવા કરી દીધી. એ નહીં સારા.

અન્ય દર્દીનું સિટીસ્ક્રેન ચાલી રહ્યું હોવાથી માત્ર 20-25 મિનિટ રાહ જોવી પડી: ડો. હિરલ હાપાણી
હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ સિવિલ હોસ્પિટલ પર કરેલા આક્ષેપોને નકારતા સિવિલના રેડિયોલોજી વિભાગના એમઆરઆઇ સેન્ટરના હેડ ડો.હિરલ હાપાણીએ જણાવેલ કે દર્દીએ ગત તા.25 ફ્રેબુઆરીના સિવિલમાં ટ્રોમાના કારણે બ્રેઇનનું સિટિસ્ક્રેન કરાવવા લાવવામાં આવ્યું હતુ. તે વખતે અન્ય દર્દીનું સિટિસ્ક્રેન ચાલી રહ્યું હતુ. બાદમાં 11:50 કલાકે તે દર્દીનો વારો લેવામાં આવ્યો હતો. જો કે સિટિસ્ક્રેન સમયે દર્દી હલન ચલન કરતુ હોવાથી એનેસ્થેસ્થીયા આપવાની ફરજ પડી હતી. જેથી શીશી સુંઘાડયા બાદ ફરી 12:15 કલાકે દર્દીનું સિટિસ્ક્રેન શરૂ કરાયુ હતુ અને દર્દી ભાનમાં આવે તે પહેલા જ તેનો રિપોર્ટ પણ આપી દેવામાં આવ્યો હતો. આમ અન્ય દર્દીનું સિટિસ્ક્રેન ચાલુ હોવાથી માત્ર 20-25 મિનિટ રાહ જોવી પડી હતી. જે સમગ્ર સમય સીસીટીવીમાં પણ જોવા મળે છે. જેથી હકાભા ગઢવીએ ચાર પાંચ કલાક રાહ જોવી પડી હતી. તે આક્ષેપોને તબીબ દ્વારા નકારી કાઢવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *