રાઇડ્સ સંચાલકોનો સપષ્ટ સંકેત નિયમો હળવા કરે કે યથાવત રાખે હવે અમારી પાસે પૂરતો સમય જ નથી, સમયની સાથે કલેકટરને મળવાના દિવસો પણ લંબાતા આયોજન કરવું અતિ મુશ્કેલ
રાજકોટમા સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો જન્માષ્ટમીનાં તહેવારમા યોજાય છે પરંતુ આ વર્ષ પણ મુંઝવણ ઉભી થઇ છે કડક નીયમો અને સમયનાં અભાવનાં કારણે મેળો યોજાશે કે નહી તેવા સવાલો ઉઠી રહયા છે સરકાર દ્વારા જાહેર કરેલી માર્ગદર્શીકાનાં કારણે રાઇડસ સંચાલકો અને અન્ય વેપારીઓ નીરાશ થયા છે. અને સરકાર હવે નીયમ હળવા કરે કે કડક રાખે છતા પણ મેળામા ભાગ નહી લેવા સંકેત આપ્યા છે.
રાજકોટનાં મેળામા અંદાજે 10 લાખથી વધારે લોકો આંનદ માણતા હોય છે પરંતુ બે વર્ષથી આકરા નીયમોનાં કારણે આકર્ષણ રહયુ નથી અને આ વર્ષ પણ ફજેત – ફાળકા નહી હોવાનાં અણસાર આવતા લોકો પણ નીરાશા અનુભવી રહયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર લોકમેળામાં રાઈડ્સ માટેના આકરા નિયમોના કારણે એક પણ રાઈડ સંચાલક દ્વારા હજી સુધી ફોર્મ ઉપાડવામાં આવ્યા નથી. બીજી બાજુ અન્ય સ્ટોલધારકોએ ફોર્મ તો ઉપાડ્યા છે, પરંતુ ભરવામાં આળસ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 125 જેટલા ફોર્મ ઉપાડવામાં આવ્યા છે,તેની સામે માત્ર 20 જેટલા જ ફોર્મ ભરાઈને પરત આવ્યા છે, જે મેળાના આયોજન અંગે ગંભીર સવાલો ઊભા કરે છે.
આ સ્થિતિને કારણે વહીવટી તંત્ર પણ મૂંઝવણમાં મુકાયું છે કે મેળો યોજવો કે નહીં. નવા કલેક્ટર ડો. ઓમ પ્રકાશે રાઈડ સંચાલકોને મળવા માટે પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ મળી શક્યા ન હતા. શરૂૂઆતમાં સોમવાર અથવા મંગળવારે મળવાની શક્યતા હતી, પરંતુ આજે પણ મુલાકાત થઈ નથી. હવે આવતીકાલે (મંગળવારે) કલેક્ટર રાઈડ સંચાલકોને મળે તેવી શક્યતાઓ છે.
બીજી બાજુ હજી સુધી લોકમેળા સમિતિ દ્વારા લાઇટિંગ, વીડિયો કે અન્ય બાબતોને લગતી કોઈ પણ ટેન્ડરની પ્રક્રિયા પણ શરૂૂ કરવામા આવી નથી. સામાન્ય રીતે ટેન્ડરની પ્રક્રિયામાં જ 20 દિવસથી એક મહિના જેવો સમય લાગતો હોય છે. તમામ પરિબળો જોતા રાજકોટનો લોકમેળો આ વર્ષે યોજાશે કે કેમ તે અંગે મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે.રાઈડ સંચાલકો અને તંત્ર વચ્ચે સુમેળ સધાય અને નિયમોમાં યોગ્ય છૂટછાટ મળે તો જ લાખો લોકોના મનપસંદ મેળાનું આયોજન શક્ય બની શકે છે.
રાઈડ્સની મંજૂરી પ્રક્રિયામાં લાગતો સમય (અંદાજિત):
ફાઉન્ડેશનની પ્રક્રિયા: 10 દિવસ
લાયસન્સની પ્રક્રિયાના કાગળિયા એકઠા કરવામાં: 10 દિવસ
લાયસન્સની પ્રક્રિયા (પોલીસ બ્રાન્ચ): એક અઠવાડિયું
આર.એફ.બી. વિભાગ: 4 થી 5 દિવસ
જી.એસ.ટી. નંબર માટેની પદ્ધતિ: અઠવાડિયું થી 10 દિવસ
હવે સમય જ નથી, તમામ પ્રક્રિયા અશકય – રાઇડ્સ સંચાલકો
રાઈડ સંચાલક કુલદીપસિંહે આ મામલે જણાવ્યું હતું કે હવે લોકમેળાને માત્ર દોઢ મહિના જેટલો જ સમય બાકી છે અને અમારા માટે નિયમ અનુસાર મેળો કરવો અશક્ય છે. મંજૂરી તેમજ ફાઉન્ડેશન સહિતની કાર્યપદ્ધતિમાં જ એક મહિનાથી વધુ સમય લાગે છે તેમણે ઉમેર્યું હતું કે હજી સુધી કોઈ પણ પ્રશ્નનું નિવારણ આવ્યું નથી અને 10 તારીખ સુધી ફોર્મ ઉપાડવાનો સમય છે. ત્યારબાદ અઠવાડિયા-દસ દિવસની અંદર હરાજી થાય ત્યાં સુધીમાં 20 દિવસ જેટલો સમય નીકળી જાય છે. પછી માત્ર 15 દિવસ જેટલો સમય વધે છે. આટલા ઓછા સમયમાં એનઓસી મેળવી તેમજ ફાઉન્ડેશન સહિતની કાર્યપદ્ધતિમાં પણ ખૂબ જ વાર લાગી જાય છે જો ફાઉન્ડેશનના નિયમોમાં છૂટછાટ આપવામાં આવે તો પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન તેમજ લાયસન્સની પ્રક્રિયામાં જ એક મહિના જેટલો સમય લાગતો હોય છે, જેના કારણે લોકમેળામાં રાઈડ્સ માટે અનિશ્ચિતતા જોવા મળી રહી છે.
