વડ વાજડીના અનુસૂચિત જાતિ વિસ્તારમાં રોડ, પાણી સહિત પ્રાથમિક સુવિધાનો અભાવ

રાજકોટનાં કાલાવડ રોડ પર આવેલ વડ વાજડી ગામમા આવેલ અનુસુચિત જાતિના વિસ્તારમા પ્રાથમીક સુવીધાનો અભાવ હોવાથી મુશ્કેલી પડી રહી હોવાની રજુઆત આજે આવેદન પાઠવી કલેકટરને…

રાજકોટનાં કાલાવડ રોડ પર આવેલ વડ વાજડી ગામમા આવેલ અનુસુચિત જાતિના વિસ્તારમા પ્રાથમીક સુવીધાનો અભાવ હોવાથી મુશ્કેલી પડી રહી હોવાની રજુઆત આજે આવેદન પાઠવી કલેકટરને કરવામા આવી હતી.

ગામમાં આશરે 30 વર્ષથી વસવાટ કરતા અનુસૂચિત જાતિના 50 જેટલા પરિવારોએ આજે કલેકટરને આયોજનપત્ર આપવા પહોંચ્યા હતા અને પાણી રોડ રસ્તા સહિત પ્રાથમિક સુવિધા ને લઈ રજૂઆત કરી હતી.
જણાવ્યું છે કે, તેમને ભૂગર્ભ ગટરની સુવિધા તો આપવામાં આવી છે, પરંતુ હજુ સુધી ઘરો સુધી નળ કનેક્શન, ગેસ કનેક્શન, પાકા રોડ-રસ્તા અને શૌચાલય જેવી આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ નથી. રહીશોએ જણાવ્યું કે, આ સુવિધાઓ મળવાથી તેમના જીવનસ્તરમાં સુધારો થશે, આરોગ્ય સંભાળ વધુ સારી બનશે અને સ્વચ્છતા અભિયાનને પણ મજબૂતી મળશે. તેમણે સત્તાવાળાઓને તાત્કાલિક કાર્યવાહી કરીને તેમની સમસ્યાનું નિરાકરણ લાવવા અને આ સુવિધાઓ ઝડપથી પૂરી પાડવા માટે વિનમ્ર અપીલ કરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *