IPL 2025 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે પંજાબ કિંગ્સ સામેની મેચ 7 વિકેટે જીતી હતી અને આ સિઝનમાં તેની 5મી જીત હાંસલ કરી હતી. આ મેચમાં છઈઇ માટે વિરાટ કોહલીના બેટમાંથી શાનદાર અડધી સદીની ઇનિંગ જોવા મળી હતી, જેના આધારે તેણે IPLમાં એક મોટો રેકોર્ડ પણ બનાવ્યો છે. કોહલી હવે તેની 260મી IPL મેચમાં આ સિદ્ધિ હાંસલ કરીને IPLમાં સૌથી વધુ 50+ ઇનિંગ્સ સાથેનો બેટ્સમેન બની ગયો છે.
પંજાબ કિંગ્સ સામેની છેલ્લી મેચમાં વિરાટ કોહલી માત્ર એક રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો, પરંતુ આ મેચમાં તેણે ફરીથી તેની જૂની શૈલીમાં બેટિંગ કરી જેના માટે તે જાણીતો છે. કોહલીએ મેચમાં આરસીબીને જીત તરફ દોરીને અણનમ પેવેલિયન પરત ફર્યા જેમાં તેણે 73 રન બનાવ્યા હતા. જ્યારે કોહલી હવે IPLમાં સૌથી વધુ 50+ રનની ઇનિંગ્સ ધરાવતો બેટ્સમેન બની ગયો છે, ત્યારે તેણે આ મામલે ડેવિડ વોર્નરનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે, જેમના નામે IPLમાં 66 50+ રનની ઇનિંગ્સ છે. IPLમાં કોહલીના નામે 8 સદી અને 59 અડધી સદી છે. IPLમાં કોહલીની બેટિંગ એવરેજ 40ની આસપાસ છે. ટી20 ક્રિકેટમાં વિરાટ કોહલીની આ 110મી ફિફ્ટી પ્લસ ઇનિંગ્સ હતી, જેમાં તેણે હવે ક્રિસ ગેલના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ઝ20 ક્રિકેટમાં સૌથી વધુ 50+ ઇનિંગ્સ રમવાના મામલે ડેવિડ વોર્નર આ યાદીમાં ટોચ પર છે, તેણે 50+ રનની 116 ઇનિંગ્સ રમી છે. વિરાટ કોહલી અને ક્રિસ ગેલ 110 ફિફ્ટી પ્લસ ઇનિંગ્સ સાથે આ યાદીમાં સંયુક્ત રીતે બીજા સ્થાને છે.