જાણો, શરીરની ઉર્જા સ્ત્રોત ગણાતા વિટામીન ડીની ઊણપનાં લક્ષણો, કારણો અને ઉપાય

વિટામિન ડીની ઉણપ એ શરીરમાં પોષણની ઉણપ છે જે દરેક ત્રીજા માણસમાં જોવા મળે છે. તે બાળકો અને પુખ્ત વયના લોકો બંનેમાં સામાન્ય રીતે જોવા…

વિટામિન ડીની ઉણપ એ શરીરમાં પોષણની ઉણપ છે જે દરેક ત્રીજા માણસમાં જોવા મળે છે. તે બાળકો અને પુખ્ત વયના લોકો બંનેમાં સામાન્ય રીતે જોવા મળે છે. તે એવા લોકોમાં વધુ જોવા મળે છે જેઓ મોટાભાગે બંધ રૂૂમમાં રહે છે. તેમજ જેને શુદ્ધ વાતાવરણ મળતું નથી. આ ઉપરાંત જે લોકો દૂધ, દહીં, માખણ, ઘી વગેરે જેવી ડેરી પ્રોડક્ટ્સ ખૂબ ઓછી માત્રામાં લે છે અથવા તેનું સેવન કરતા નથી, તેઓમાં પણ વિટામિન ડીની ઉણપ જોવા મળે છે.

આજકાલ લોકોમાં પોષણની ઉણપ વધુ જોવા મળે છે કારણ કે તેઓ જંક ફૂડ જેમ કે પિઝા, બર્ગર અને બહારની વસ્તુઓનું વધુ સેવન કરે છે. આ હાનિકારક છે. જે લોકો બીમારીના કારણે બહાર જઈ શકતા નથી અથવા જેઓ નાઈટ શિફ્ટમાં ફરજ બજાવે છે તેઓમાં પણ વિટામિન ડીની ઉણપ હોઈ શકે છે.
તંદુરસ્ત શરીર માટે ઘણા બધા વિટામિન્સ જરૂૂરી છે, વિટામિન ડી પણ તેમાંથી એક છે. જો તમારે બીમારીઓથી દૂર રહેવું હોય તો અન્ય પોષક તત્વોની જેમ તમારે તમારા આહારમાં વિટામિન ડીથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરવો જોઈએ.

વિટામિન ડીનો સૌથી મોટો સ્ત્રોત સૂર્યપ્રકાશ છે. આ કારણે વિટામિન ડીને સનશાઇન વિટામિન પણ કહેવામાં આવે છે. આ વિટામિન તમારા શરીરને ઘણી રીતે ફાયદો કરે છે. શરીર માં રહેલા 24000 જીન્સ માંથી લગભગ 3000 જીન્સ ર વિટામિન ડી પ્રભાવ પડી શકે છે. અલગ અલગ સંશોધનો માં અત્યાર સુધીમાં 100 થી પણ વધારે સ્વાસ્થ્ય ને લગતી તકલીફો વિટામિન ડી સાથે જોડાઈ ચુકી છે, તેથી તમે સમજી શકો છો કે વિટામિન ડી તમારા સ્વાસ્થ્ય માટે કેટલું અગત્યનું છે.

વિટામીન ડીની ખામી ના લક્ષણો
– થાક લાગવો

– હાડકાંમાં દુખાવો અને નબળાઇ અનુભવાય છે. આ સિવાય શરીરના જુદા જુદા ભાગોમાં માંસપેશીઓમાં સતત દુખાવો પણ વિટામીન ડીની ઉણપ દર્શાવે છે.

– દાંતમાં દુખાવો થવો.

– ડિપ્રેશન અને બીજી અન્ય માનસિક વિકૃતિઓનું મૂળ કારણ વિટામીન ડી ની ઉણપ સાથે જોડાયેલું છે.

– નવા જન્મેલા બાળકોના માનસિક વિકાસ માટે અને અન્ય માનસિક બીમારીઓના જોખમને ઘટાડવા માટે ગર્ભાવસ્થાના સમયગાળા દરમિયાન માતાઓએ તેમના શરીરમાં વિટામીન ડી નું પ્રમાણ જાળવવું અત્યંત જરૂૂરી છે.

– વાળનું ખરવું.

– વિટામીન ડીની ઉણપની અસર તમારા મૂડ પર અધારિત હોય છે. વિટામીન ડીની ઉણપની અસર સેરોટોનિન હોર્મોન પર પડે છે. જે મૂડ સ્વિંગ્સની સમસ્યા ઊભી કરે છે.

– વિટામિન ડી ની ઉણપ ના લીધે શરીરની ઈમ્યુનિટીને નબળી પાડે છે.

– શરીરમાં વિટામિન ડીની ઉણપને કારણે ઘા કે ઈજા ઝડપથી રુઝાતી નથી. આ ઉપરાંત વિટામિન જીના અભાવને કારણે બળતરા અને ચેપનું જોખમ રહેલું છે.

વિટામિન ડી શરીરમાં કેલ્શિયમ તથા ફોસ્ફેટના સ્તરને નિયંત્રણમાં રાખે છે, જેનાથી હાડકાંઓનું સ્વાસ્થ્ય સારું રહે છે. વિટામિન ડીની ઊણપથી બાળકોને રિકેટ્સ થઈ શકે છે. આ બીમારીમાં બાળકોનાં હાડકાંનો વિકાસ પ્રભાવિત થાય છે. તેનાથી હાડકાં મુલાયમ તથા નબળાં થઈ જાય છે અને તેમાં વિકૃતિ પેદા થાય છે. કોઈ વ્યક્તિના આહારમાં પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ ન હોવાથી પણ રિકેટ્સ થઈ શકે છે. શરીરમાં કેલ્શિયમ તથા ફોસ્ફરસનું પૂરતા પ્રમાણમાં અવશોષણ થાય તે માટે વિટામિન ડીની જરૂૂર હોય છે. જો કોઈ બાળકમાં વિટામિન ડીની ઊણપ હોય, તો તેનાં હાડકાંમાં કેલ્શિયમ તથા ફોસ્ફરસનું પ્રમાણ પણ બહુ ઓછું હશે. રિકેટ્સ ખાસ કરીને બાળકોને પ્રભાવિત કરે છે. જોકે, વયસ્ક લોકો પણ તેનાથી પીડાતા હોઈ શકે છે.

વિટામીન ડીની ઉણપને દૂર કરવા માટે તમારા રોજીંદા ખોરાકમાં નીચે દર્શાવેલ ખાધ પદાર્થો ને ઉમેરો.
– લીલા પાંદડાવાળા શાકભાજીમાં, પાલકને એક શ્રેષ્ઠ ખોરાક માનવામાં આવે છે જે વિટામિન ડીની ઉણપને પૂર્ણ કરે છે.

– સોયાબીન એ વિટામીન ડી ની ઉણપમે દૂર કરવા માં મદદ કરે છે. વિટામિન ડી ઉપરાંત, સોયાબીનમાં પ્રોટીન, વિટામિન બી, ફોલેટ, ઝિંક, સેલેનિયમ, કેલ્શિયમ અને ઓમેગા-3 ફેટી એસિડ્સ જેવા પોષક તત્વો મળી આવે છે, તેને ખાવાથી ઓસ્ટીયોપોરોસિસનું જોખમ ઓછું થાય છે.

– દૂધની બનાવટોમાં પનીર વિટામિન ડી અને કેલ્શિયમનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. આ માત્ર હાડકાં જ નહીં, પણ સ્નાયુઓને પણ મજબૂત બનાવે છે. આ નિયમિતપણે ખાઓ, જો તમે રસોઈમાં વધુ તેલનો ઉપયોગ ન કરો.

– દૂધને સંપૂર્ણ ખોરાક માનવામાં આવે છે કારણ કે તે તમામ જરૂૂરી પોષક તત્વો પ્રદાન કરે છે. દૂધ પીવાથી વિટામિન ડી અને કેલ્શિયમની ઉણપ પૂરી થાય છે અને તે હાડકાંની મજબૂતીનું કારણ બને છે.

– વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે, સવારના નાસ્તામાં ઇંડા ખાઓ, તેમાં પ્રોટીન અને કેલ્શિયમ અને કુદરતી ચરબી પણ સારી માત્રામાં હોય છે, જે શરીરના વિકાસ માટે જરૂૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *