માલધારી સોસાયટીમાં પાંચ રૂપિયાની માથાકૂટમાં છરી-પાઇપ ઉડ્યા: ત્રણને ઇજા

શહેરના જૂના માર્કેટ યાર્ડ પાસે આવેલી માલધારી સોસાયટીમાં પાંચ રૂપડીની માથાકૂટમાં પાડોશી વચ્ચે છરી પાઇપ જેવા હથિયારો સામે સામે મારામારી થતા બંને પક્ષે ત્રણ લોકોને…

શહેરના જૂના માર્કેટ યાર્ડ પાસે આવેલી માલધારી સોસાયટીમાં પાંચ રૂપડીની માથાકૂટમાં પાડોશી વચ્ચે છરી પાઇપ જેવા હથિયારો સામે સામે મારામારી થતા બંને પક્ષે ત્રણ લોકોને ઇજા થઇ હતી. બાળક પાસેેથી પાડોશીના છોકરાએ રૂપિયા લઇ લેતા ઠપકો આપવા જતા ઝઘડો થયો હતો. જેને ઉગ્રસ્વરૂપ ધારણ કરી લેતા બંને પક્ષ હથિયારો સાથે એક બીજા ઉપર તૂટી પડયા હતા. ઇજા ગ્રસ્ત હાલતમાં ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ માર્કેટ યાર્ડ પાસે આવેલી માલધારી સોસાયટીમાં રહેતા વિકી મનુભાઇ રાઠોડ (ઉ.વ.27)નામનો યુવાન આજે બપોરે ઘર પાસે બાપાસિતારામ ચોકમાં હતો ત્યારે સંજય, સાહિલ, વિક્રમ અને વિશાલે છરી વડે હુમલો કરતા છાતીના ભાગે છરીના બે ઘા અને પેટના ભાગે છરીનો એક ઘા લાગતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં વિકીના પુત્ર આયુશ પાસેથી આરોપીના પુત્રએ પાંચ રૂપિયા લઇ લીધા હોય જેથી આ બાબતે ઠપકો આપવા જતા ઝઘડો કરી હુમલો કર્યાનુ જણાવ્યુ હતું.

જ્યારે સામાપક્ષે માલધારી સોસાયટીમાં રહેતા વિશાલ મંગાભાઇ સોલંકી (ઉ.વ.20)અને રણજીત રામભાઇ સોલંકી (ઉ.વ.28)ને વિકી અને તેની સાથેના શખ્સોએ લોખંડના પાઇપ અને છરી વડે હુમલો કરી મારમારતા બંને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથિમક નોંધ કરી બીડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *