કે.એલ.રાહુલ પોતાના માટે રમે છે, પૂજારાએ વિવાદ છેડ્યો

જો કે રાહુલના કારણે દિલ્હી કેપિટલ્સ પોઇન્ટ ટેબલમાં ટોચ પર છે કેએલ રાહુલે IPL 2025માં શાનદાર પ્રદર્શન કર્યું છે. દિલ્હી કેપિટલ્સની 6 માંથી 5 જીતમાં…

જો કે રાહુલના કારણે દિલ્હી કેપિટલ્સ પોઇન્ટ ટેબલમાં ટોચ પર છે

કેએલ રાહુલે IPL 2025માં શાનદાર પ્રદર્શન કર્યું છે. દિલ્હી કેપિટલ્સની 6 માંથી 5 જીતમાં કેએલ રાહુલે જબરદસ્ત યોગદાન આપ્યું છે. તેણે રાજસ્થાન રોયલ્સ સામે 32 બોલમાં 38 રન બનાવીને પોતાની ટીમની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. જોકે, આ ઈનિંગ પછી તેના સાથી ખેલાડી ચેતેશ્વર પૂજારાએ તેના પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. પૂજારાએ કહ્યું કે એવું લાગતું હતું કે તે પોતાની વિકેટ બચાવવા માટે રમી રહ્યો હતો.

ચેતેશ્વર પૂજારાએ સાથેની વાતચીતમાં કહ્યું, એક સિનિયર ખેલાડી તરીકે રાહુલ 15-30 બોલ રમવા માંગે છે અને પછી તે એટેક કરે છે. પરંતુ તેણે થોડી આક્રમકતા બતાવવી જોઈતી હતી, તે સેટ હતો અને તેની પાસે પિચ સમજવાની પૂરતી તક હતી. પાવરપ્લે પછી તેને આક્રમક રમવાની જરૂૂર હતી. એવું લાગતું હતું કે તે પોતાની વિકેટ બચાવવા માટે રમી રહ્યો હતો.

રાજસ્થાન રોયલ્સ સામે કેએલ રાહુલનો સ્ટ્રાઈક રેટ ઓછો હોવા છતાં આ ખેલાડીએ અત્યાર સુધી આ ટુર્નામેન્ટમાં ખૂબ જ ઝડપથી રન બનાવ્યા છે. રાહુલે 5 મેચમાં 59ની સરેરાશથી 238 રન બનાવ્યા છે. જેમાં તેનો સ્ટ્રાઈક રેટ 154 રહ્યો છે.

પૂજારા ભલે કેએલ રાહુલ પર સવાલ ઉઠાવી રહ્યો હોય, પરંતુ સત્ય એ છે કે રાહુલે દિલ્હી કેપિટલ્સ ટીમને ઘણું સંતુલન આપ્યું છે. તે કોઈપણ નંબર પર બેટિંગ કરી શકે છે અને તેની વિકેટકીપિંગ પણ ઉચ્ચ કક્ષાની રહી છે. રાહુલના આગમનથી દિલ્હી કેપિટલ્સને ફાયદો થયો છે કારણ કે તેઓ પોઈન્ટ ટેબલ પર રાજ કરી રહ્યા છે. દિલ્હીની ટીમ 10 પોઈન્ટ સાથે ટોચ પર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *