કિર્તી પટેલ ફરી વિવાદમાં; તળાજાના બોરડા ગામના પૂર્વ સરપંચે ખંડણીની ફરિયાદ નોંધાવી

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બોરડા ગામના પૂર્વ સરપંચ અને વર્તમાન સમયે બોરડા ગામના મહિલા સરપંચ ના પતિ રાજુભાઈ રામભાઈ ભમ્મર અને સસ્પેન્ડેડ વિવાદિત મહિલા પોલીસ…

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બોરડા ગામના પૂર્વ સરપંચ અને વર્તમાન સમયે બોરડા ગામના મહિલા સરપંચ ના પતિ રાજુભાઈ રામભાઈ ભમ્મર અને સસ્પેન્ડેડ વિવાદિત મહિલા પોલીસ કોન્સ્ટેબલ નયના બારૈયા ના લિવ ઇન રિલેશન સબંધ પર પૂર્ણ વિરામ લાગ્યા બાદ સુરત ની કીર્તિ પટેલ એ રાજુભાઇ ભમ્મર અને તેના પરિવાર ને લઈ ગંદી ટિપ્પણી કરતા વિડિઓ વાયરલ કર્યાહતા.જેને લઈ સુંવાળા સંબંધો ધરાવતા રાજુ અને નયના બારૈયા પણ આમને સામને આવી ગયાહતા.આ બહુ ચર્ચિત બનેલા ઘટના ને એક મહિના બાદ સુરતના પુણે પોલીસ મથકમાં બોરડા ગામના પૂર્વ સરપંચ એ કીર્તિ પટેલ અને નયના બારૈયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવાપામી છે.

અનૈતિક સંબંધો નો અંજામ કદી નૈતિક હોતોનથી.આ શબ્દોને સમર્થન આપતી બહુ ચકચારી ઘટના ની મળતી વિગતો મુજબ તળાજા તાલુકાના બોરડા ગામના પૂર્વ સરપંચ અને હાલના મહિલા સરપંચ કુંદનબેન ના પતિ રાજુભાઇ રામભાઈ ભમ્મર ઉ.વ.43 જેઓ સુરતના રેશ્મા રો હાઉસ ખાતે પણ રહેછે તેઓએ ગઈકાલ રાત્રે પુણા પોલીસ મથકમાં સોસીયલ મીડિયા ના અલગ અલગ પ્લેટફોર્મ પર પોતાના વિવાદિત વિડિઓ મૂકીને જાણીતી બનેલ કીર્તિબેન રણછોડભાઈ અડાલજા રે.સુરત તથા શિહોર ના દેવગાણા ગામના મૂળ વતની અને ભાવનગર જિલ્લાના વિવાદિત મહિલા પોલીસ કોન્સ્ટેબલ નયનાબેન નાનજીભાઈ બારૈયા વિરુદ્ધ નોંધાવેલ પોલીસ ફરિયાદમાં ગત.તા.5/6 થઇ ગઈકાલ તા.11/7 દરમિયાન ઈંફ્લૂએન્સર કીર્તિ પટેલ એ મો.નં.9512155755 પરથી વહોટશેપ પરથી કોલ આવેલ.કીર્તિ પટેલ બોલતી હોય તેમ જણાવેલ.તેની સાથે વાત કરતા ફરિયાદી ના ભાઈ અને પત્ની વિશે ખોટા કથનો કરેલ.બાદ ઇન્સ્ટાગ્રામ આઈ.ડી કીર્તિ ની મોજ પર પત્ની ભાઈ વિશે ખરાબ શબ્દો બોલેલ.250 છોકરીઓ ની ઝીંદગી બગાડી છે તેવા બદનક્ષી ભર્યા શબ્દો વાપરેલ.

આ બનાવના કારણમા ફરિયાદી રાજુ ભમ્મર એ નયના બારૈયા સાથેના 21 મહિનાના લિવ રિલેશન નો અંત લાવતા તેઓના કહેવાથી ખોટા કથનો કરેલ છે. પોલીસે ઇગજ ની કલમ 296(બી),351(2),356(3) આઈ.ટી એકટ સેક્સન -67 મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરેલ છે.

બોરડા ગામના સરપંચ કુંદનબેન ભમ્મર એ ગત ફેબ્રુઆરી મહિનામાં પોલીસ કોન્સ્ટેબલ નયના બારૈયા વિરુદ્ધ દાઠા પોલીસ મથકમાં પતિ રાજુ સાથેના અફેર ને લઈ રાજુ મારો નહિ તો તારો પણ નહીં તેવી ધમકી આપ્યા ની ફરિયાદ નોંધાવી હતી.

6 જૂન 2026 ના રોજ કીર્તિ પટેલ એ રાજુ બોરડા વિરુદ્ધ બેટા રાજુ જેવા શબ્દો વાપરી બદનામ કરતા શબ્દો વાપર્યા હતા ને ઇન્સ્ટાગ્રામ પર મુક્યાહતા.બાદ આ વિવાદ એ ભારે ચકચાર જગાવીહતી.જેને લઈ રાજુ ભમ્મર એ દાઠા પોલીસ મથકમાં નયના અને કીર્તિ વિરુદ્ધ અરજી આપ્યા બાદ મામલો વધુ ઉગ્ર બન્યો હતો. દાઠા પોલીસ રેવર એ બનાવ સુરત નો હોય ત્યાં ફરિયાદ નોંધાવવા જણાવ્યું હતુ. આ બનાવ ને લઈ રાજુ ભમ્મર એ નયના બારૈયા પાછળ બે કરોડ વાપર્યા નો દાવો કર્યોહતો.તેની સામે નયના બારૈયા એ પોતે રાજુ ને લાખ્ખો રૂૂપિયા આપ્યા નો દાવો કરી રાજુએ અનેક હનીટ્રેપ કરીછે તેવો મીડિયા સમક્ષ દાવો કરી ને ત્રણેક દિવસમા મીડિયા અને પોલીસ સમક્ષ ધડાકો કરીશ તેવો દાવો કર્યોહતો. જે આજ સુધી કરેલ નથી. તેની સામે રાજુ એ પડકાર ફેંક્યો હતોકે તેની પાસે કોઈ પુરાવા હોય તો સામેં આવે જે નયના બારૈયા આજસુધી મીડિયા કે.પોલીસ સમક્ષ આવી શકી નથી.

ગઈકાલ રાત્રે 10.30 ના અરસામાં સુરત ના પુણા પોલીસ સ્ટેશન ની બહાર થી રાજુભાઇ ભમ્મર વિરુદ્ધ એક વિડિઓ બનાવી પોસ્ટ કર્યો હતો. જેમાં તે રાજુ ને પોલીસ ફરિયાદ કરવા માટે પડકાર ફેકતી હતી.પોતે પણ અહીંયા જ ઉભી છું આવી જા, હુઈ મારી બદનક્ષી નો દાવો દાખલ કરું તેમ જણાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *