કિર્તી પટેલ સામે અંતે ફરજમાં રૂકાવટનો ગુનો: લાઈવ કાર્યક્રમ મોકુફ

ઈન્દ્રભારતી બાપુ વિશે ધડાકા કરે તે પહેલા જ પોલીસની ટીમો શોધવા નીકળી પડતા કિર્તી ભૂગર્ભમાં વહેલી સવારે ફરી વિડીયો મુકી ટુંક સમયમાં ભાંડાફોડ કરવાનો હુંકાર…

ઈન્દ્રભારતી બાપુ વિશે ધડાકા કરે તે પહેલા જ પોલીસની ટીમો શોધવા નીકળી પડતા કિર્તી ભૂગર્ભમાં

વહેલી સવારે ફરી વિડીયો મુકી ટુંક સમયમાં ભાંડાફોડ કરવાનો હુંકાર

જૂનાગઢની ભવનાથ તળેટીમાં મહા શિવરાત્રીની રાત્રે મૃગીકુંડમાં સાધુ-સંતો સાથે ભગવા કપડા પહેરીને વિવાદી સોશિયલ મીડિયા એન્ફલુએન્સર કિર્તી પટેલે પણ ડૂબકી લગાવતાં ભારે વિવાદ સર્જાયો છે અને સાધુ-સંતો તથા આગેવાનોએ પણ નારાજગી વ્યકત કરી છે ત્યારે કિર્તી પટેલે તેનો વિરોધ કરનારા સાથે સાધુ-સંતોને પણ નિશાન બનાવ્યા હતા અને ગઈકાલે રાત્રે 9 વાગ્યે મોટા ધડાકા કરવાની જાહેરાત કરી હતી પરંતુ આ જાહેરાતના ગણતરીના કલાકોમાં જ કિર્તી પટેલ સામે જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસ ઈન્સ્પેકટર સાથે ગેરવર્તન અને ફરજમાં રૂકાવટનો ગુનો નોંધાઈ જતાં કિર્તી પટેલ ભૂગર્ભમાં ઉતરી ગઈ છે.

બીજી તરફ ગઈકાલે રાત્રે લાઈવ ભાંડાફોડ નહિં કરી શકનાર કિર્તી પટેલે મોડી રાત્રે એક વિડીયો મુકી જણાવ્યું હતું કે, પોતાના ગુરૂ અને અન્ય સંતો-મહંતોની લાગણીને માન આપીને પોતે લાઈવ આવવાનું મુલત્વી રાખ્યું છે અને પોલીસને બે ગાડી સતત તેનો પીછો કરી રહી છે. પરંતુ આગામી દિવસોમાં તે જરૂર અમુક સંતોનો ભાંડો ફોડશે.

આ પૂર્વે ગઈકાલે કિર્તી પટેલે સોશિયલ મીડિયામાં અલગ અલગ પોસ્ટ તથા વીડિયો મુકીને બેફામ વાણીનો ઉપયોગ કર્યો છે અને ઈન્દ્રભારતી બાપુના અનેક શિષ્યો પણ મૃગીકુંડમાં સ્નાન કરતાં હોવા છતાં પોતાને જ નિશાન બનાવાઈ રહ્યાનો આક્ષેપ કર્યો છે. કિર્તી પટેલે મૃગીકુંડમાં અન્ય લોકો સ્નાન કરતાં હોવાનો વીડિયો મુકી આ લોકો ઈન્દ્રભારતી બાપુના શિષ્યો હોવાનો દાવો કર્યો છે.આ ઉપરાંત કિર્તી પટેલે ઈન્દ્રભારતી બાપુ સામે વ્યક્તિગત પણ આક્ષેપો કર્યા છે જ્યારે ધારાસભ્ય સંજય કોરડીયાને સંબોધીને મુકેલી પોસ્ટમાં લખ્યું છે કે, કેટલાય એવા કાંડ થયા છે જે આ સાહેબ જાણે છે પણ બોલતા નથી. ભગવા કહેર્યા પછી સંસારી કેટલા છે તેની તપાસ કરાવો.મહા શિવરાત્રીની રાત્રે મૃગી કુંડમાં કેટલાક વીવીઆઈપી શિષ્યો નાઈટ ડ્રેસમાં સ્નાન કરતાં હોવાનો વીડિયો વાયરલ કરીને કિર્તી પટેલે ખળભળાટ મચાવ્યો છે. આ વીડિયો સાચો હોય તો મૃગીકુંડની સમગ્ર વ્યવસ્થા સામે સવાલો ઉઠે તે સ્વાભાવિક છે. મહાશિવરાત્રીની રાત્રે મૃગીકુંડમાં માત્ર સાધુ-સંતો જ સ્નાન કરી શકે તેવી પરંપરા છે. પરંતુ કોઈ સાધુ-સંતોના કે, વહીવટી તંત્રના વીઆઈપી શિષ્યોને સ્નાનની છુટ આપી પરંપરા સાથે ચેડા કરવા તે કેટલે અંશે વ્યાજબી છે ?

કિર્તી પટેલે સોશિયલ મીડિયામાં યુ ટયુબ પર અને રાત્રે 9 વાગ્યે મૃગીકુંડ સ્નાન વિવાદમાં વધુ ખુલાસા કરવાની જાહેરાત કરી હતી પરંતુ પોલીસની ભીંસ વધતા આ લાઈવ કાર્યક્રમ મુલત્વી રાખ્યાનું જાહેર કર્યું છે. મળતી માહિતી મુજબ કીર્તીને લાઈવ આવતી અટકાવવા ગઈકાલ સાંજથી જ પોલીસની વિવિધ ટીમ કામે લાગી હતી. અને જો લાઈવ કરે તો લાઈવ સ્થળેથી જ તેને ઉપાડી લેવાનું પ્લાનીંગ હતી. ધર્મના નામે છાસવારે ઠેકી પડતાં ‘રખેવાળો’ એ પણ આ મુદાને ગંભીરતાથી લેવો જોઈએ અને રામના નામે ગ્રામ પંચાયતથી સંસદ સુધી સંતાનો વૈભવ મેળવનાર ભાજપ સરકારે પણ આ વિવાદને ગંભીરતાથી લઈ જે પણ લોકોએ મૃગીકુંડને અપવિત્ર કરવામાં ભાગ ભજવ્યો છે તેવા લોકો (ભલે તે સંતો-મહંતો હોય) સામે કાર્યવાહી કરવી જોઈએ. ધાર્મિક પરંપરામાં વીઆઈપી કલ્ચર ઘુસાડી લોકોની આસ્થા અભડાવવાના કૃત્યથી ભાવિકોની લાગણીને પણ ઠેસ પહોંચી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *