ખંભાળિયા નગરપાલિકા દ્વારા 11.5 કરોડના વિકાસકાર્યો હાથ ધરાશે

ટેન્ડરીંગ પ્રક્રિયા શરૂ: માર્ગોનું નવીનીકરણ કરાશે ખંભાળીયા નગરપાલીકાનો એ ગ્રેડ કેટેગરીમાં સમાવેશ થયો હોય જેને કારણે પાલીકાને દર ત્રણ મહિને 3 કરોડને બદલે બાર કરોડ…

ટેન્ડરીંગ પ્રક્રિયા શરૂ: માર્ગોનું નવીનીકરણ કરાશે

ખંભાળીયા નગરપાલીકાનો એ ગ્રેડ કેટેગરીમાં સમાવેશ થયો હોય જેને કારણે પાલીકાને દર ત્રણ મહિને 3 કરોડને બદલે બાર કરોડ જેટલી જંગી રકમ વિકાસકાર્યો હેતુ ફાળવાઈ હોય આ રકમ આવ્યા બાદ લાંબા સમયે તંત્ર દોડતું થયું હોય તેમ પાલીકા ચીફ ઓફીસર તથા પ્રમુખની ટીમ દ્વારા રૂૂા.11.5 કરોડના ખર્ચે વિવિધ વિકાસકાર્યોનું આયોજન કરી તેની ટેન્ડરીંગ પ્રક્રિયા શરૂૂ કરાવાઈ છે.

ખંભાળીયા નગરપાલીકા હસ્તકના વિવિધ વિસ્તારોમાં સ્વર્ણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરમાં વિવિધ માર્ગોમાં સી.સી. રોડ, ફૂટપાથ, પેવર બ્લોક, રૂૂફ શેડ, આર.સી.સી. બિલ્ડીંગ વર્ક તેમજ ઈલેકટ્રીક વર્કના કામો 48 લાખ રૂૂપિયાના ખર્ચે આઈટીઆઈ વેલકમ ગેઈટથી સર્વિસ સ્ટેશન સુધી ફોર ટ્રેક રોડ, આશ્રય ગૃહમાં સી.સી.ટી.વી., સુખનાથ મંદિર પાસે પેવર બ્લોક તથા સ્ટ્રીટલાઈટના કામો હાથ ધરવામાં આવનાર છે. ટેન્ડરીંગ પ્રક્રિયા બાદ ખંભાળીયા નગરપાલીકા દ્વારા કુલ 11.5 કરોડના વિકાસકાર્યો ટૂંકમાં શરૂૂ કરવામાં આવનાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *