ખંભાળિયા: ભરણપોષણ કેસના આરોપીની ધરપકડ

ખંભાળિયાની વ્રજધામ સોસાયટી વિસ્તારમાં રહેતા સાગર દિલીપભાઈ બલભદ્ર નામના 37 વર્ષના યુવાન સામે અગાઉ ફેમિલી કોર્ટમાં ભરણપોષણ અંગેનો કેસ થયેલ હોય અને આ કેસ ચાલી…

ખંભાળિયાની વ્રજધામ સોસાયટી વિસ્તારમાં રહેતા સાગર દિલીપભાઈ બલભદ્ર નામના 37 વર્ષના યુવાન સામે અગાઉ ફેમિલી કોર્ટમાં ભરણપોષણ અંગેનો કેસ થયેલ હોય અને આ કેસ ચાલી જતા ગત તારીખ 20 ફેબ્રુઆરી 2025 ના રોજ નામદાર અદાલતે આરોપીને 160 દિવસની સાદી કેદ તેમજ 64 હજાર રૂપિયા અરજદારને જેલ ઓથોરિટીને ચૂકવી આપે તો જેલમાંથી મુક્ત કરવા સજાનો હુકમ કર્યો હતો. આ પ્રકરણમાં છેલ્લા બે માસથી ઉપરોક્ત યુવાન નાસતો ફરતો હોય, અહીંના પી.આઈ. બી.જે. સરવૈયાની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં હેડ કોન્સ્ટેબલ રાજાભાઈ હુણ અને દિવ્યરાજસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઉપરોક્ત યુવાનની અટકાયત કરી, આગળની કાર્યવાહી કરવામાં આવી હતી. (તસવીર: કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *