સમસ્ત મહાજનના આર્થિક સહકારથી શ્રી કરૂૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈન, રાજકોટ દ્વારા કરૂૂણા અભિયાન અંતર્ગત સમગ્ર રાજકોટ જિલ્લામાં પક્ષીઓ માટે સારવાર કેન્દ્રો ઉભા કરી, ઈજા થયેલા પક્ષીને તાત્કાલીક સારવાર આપવાનું આયોજન કરવામાં આવશે.
આ અભિયાનના દિવસો દરમ્યાન સમગ્ર રાજયમાં દરરોજ સવારે 7 થી સાંજે 6 કલાક સુધી જિલાના તમામ તાલુકાઓમાં વનવિભાગ દ્વારા કંટ્રોલરૂૂમ કાર્યરત કરવામાં આવશે, જીવો જીવવાદો અને જીવાડોની જીવદયા ભાવના સાથે મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં વન વિભાગે આ વર્ષે ઉતરાયણ પર્વ દરમ્યાન ઘાયલ થતાં પક્ષીઓની ત્વરીત સારવાર વ્યવસ્થા માટે વોટસએપ નંબર તથા વેબસાઈટ પર કાર્યરત કર્યા છે. એટલું જ નહીં, પશુપાલન વિભાગના હેલ્પલાઈન નંબર 1962 ઉપર ઘાયલ પક્ષીઓની સારવાર માટે મદદ લઈ શકાશે. આગામી ઉતરાયણ દરમ્યાન જો કોઈ પક્ષી ઘાયલ થાય તો તેની સારવાર માટે રાજયભરમાં આ વર્ષે 700 થી વધુ પક્ષી નિદાન સારવાર કેન્દ્રો, 620 થી વધારે તબીબો તેમજ 5000 ઉપરાંતની સંખ્યામાં સેવાભાવી સ્વયંસેવકો સેવારત રહેવાના છે.
ઉતરાયણ જેવા તહેવારો અને લોકોત્સવોની ઉજવણી દરમ્યાન અબોલ જીવોની ચિંતા કરી તેની સારવાર-માવજતનું આ કરૂૂણા અભિયાન ગુજરાતની આગવી પહેલ બન્યું છે. પાછલા પાંચ વર્ષોમાં અંદાજે 60 હજારથી વધુ પક્ષીઓની કરૂૂણા અભિયાન અન્વયે સારવાર સુશ્રુષા કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ વર્ષે ઉતરાયણ તહેવારોમાં પક્ષીઓ પતંગ દોરીથી ઘાયલ ન થાય તેની તકેદારી રાખીને તહેવાર ઉજવવા સૌને અપીલ કરી છે.
રાજયભરમાં ઉતરાયણનાં તહેવાર ઉમંગપૂર્વક ઉજવાતો હોય છે પરંતુ આ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓને ઇજા થવાના અને મૃત્યુ થવાના સંખ્યાબધ્ધ બનાવો બનતા હોય છે. આવા બનાવો નિવારવા તથા ઇજા પામેલ પક્ષીઓને બચાવવા માટે રાજય સરકાર દ્વારા સને- 2017 થી ’કરુણા અભિયાન’ શરૂૂ કરાયું છે. તિા. 10 મી થી તા. 20,01,2026 દરમ્યાન આ અભિયાન હેઠળ રાજયભરના તમામ જિલ્લા કલેકટરની તેમજ મ્યુનિસીપલ કમિશ્નરની પ્રત્યક્ષ દેખરેખ હેઠળ વન વિભાગ, પશુપાલન વિભાગ, શિક્ષણ વિભાગ, પોલીસ તંત્ર, એનીમલ વેલફેર બોર્ડ, જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી, વિવિધ ગૌશાળાઓ પાંજરાપોળો, વિદ્યુત બોર્ડ અને રાજયભરમાં પથરાયેલ વિવિધ જીવદયાપ્રેમી સંસ્થાઓ વચ્ચે સંકલન સાધી સઘનપણે પક્ષીઓને બચાવવાની કામગીરી સુઆયોજીત ઢબે હાથ ધરાશે.
આ અભિયાનમાં જીવદયાપ્રેમીઓ અને જીવદયાક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ સાથે સંકલન કરવુ અને તેમને જીલ્લા તંત્ર સાથે આ અભિયાનમાં મોટાપાયે સાંકળવુ એ અતિ મહત્વનો અભિગમ રહેશે. આ અન્વયે દરેક જિલ્લા મુખ્ય મથકોએ હેલ્પલાઈન, વિવિધ સ્થળોએ ઓપરેશન થિયેટર તેમજ પક્ષીઓના સારવાર કેન્દ્રો ઉભા કરી, ઈજા થયેલ પક્ષીઓને સારવાર આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અભિયાનમાં વનવિભાગ, પશુપાલન વિભાગ, પોલીસ તંત્ર, વિવિધ સરકારી તેમજ અર્ધસરકારી તંત્રો, વિવિધ સ્વૈચ્છીક સંસ્થાઓ તેમજ પશુચિકિત્સક અધિકારીઓ, મહાનગરપાલીકા, માહિતી ખાતુ, ખાનગી વેટરનરી ડોકટરો સહીતનાઓને પણ સામેલ કરવામાં આવેલ છે. તદઉપરાંત આ અભિયાન હેઠળ ચાઈનીઝ દોરી અથવા ચાઈનીઝ માંઝાનો ઉપયોગ ન થાય તે અંગે જાગૃતિ કેળવાય તેમજ પતંગ ચગાવવાના ઉમંગમાં અબોલ જીવોને હાની ન થાય તે અંગે વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું તેમજ મોબાઈલવાન મારફતે જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવાનું નકકી કરાયેલ છે.
કરૂૂણા અભિયાન-2026 અંતર્ગત પક્ષી નિદાન કેન્દ્રની માહિતી માટે વોટસએપ મો. 83200 02000 નંબર ’ ઊંફિીક્ષફ’ લખવાથી જિલ્લાવાર પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો મળી શકશે. કરૂૂણા અભિયાન અને હેલ્પલાઈન નંબર (1962, 98984 99954, 98980 19059, ડીસ્ટ્રીકટ ડીઝાસ્ટર કંટ્રોલ રૂૂમ નં. 0281-2471573)નો વિસ્તૃત પ્રચાર કરી અબોલ પક્ષીઓને બચાવવાનો સઘન પ્રયાસ કરાશે. રાજય સરકાર સંચાલિત કરૂૂણા એનિમલ હેલ્પલાઈન 1962ની 15 જેટલી એમ્બ્યુલન્સ સમગ્ર રાજકોટ જીલ્લામાં ખડેપગે રહેશે. જીલ્લામાં આ અભિયાન અંતર્ગત વાહનો નકકી કરી તેના પર બેનર અને અન્ય પ્રચાર માધ્યમો ગોઠવી, જનજાગૃતિ કેળવવાની કાર્યવાહી કરાશે.
મકરસંક્રાંતિ નિમિત્તે શરૂ કરવામાં આવેલ કંટ્રોલરૂમ
1. ત્રિકોણબાગ, રાજકોટ, કરૂૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનીમલ હેલ્પલાઈન (મો. 98980 19059,98984 99954
2. અર્હમ યુવા સેવા ગ્રુપ, મોદી સ્કુલ પાસે, રાજકોટ (મો. 98980 19059, 98984 99254,
3. અર્હમ યુવા સેવા ગ્રુપ, ઓમ નગર સર્કલ, મવડી, 150 ફૂટ રીંગ રોડ, રાજકોટ (મો 98980 19059, 98984 99954)
4. અર્ધમ યુવા સેવા ગ્રુપ, ક્રિસ્ટલ મોલ સામે, કાલાવડ રોડ, રાજકોટ (મો. 98980 19059, 98984 99954)
5. અર્હમ વેટરનરી કલીનીક, હનુમાન મઢી, થી કરૂૂણા હાઉન્ડેશન ટ્રસ્ટ – એનીમલ હેલ્પલાઈન (મો. 7567075680)
6. રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ પાંજરાપોળ-સામા કઠિ, રાજકોટ (મો. 9638433070)
7. પંચનાથ વેટરનરી કલીનીક, પંચનાથ મહાદેવ મંદિર, રાજકોટ (મો. 9904974955)
8. બાલક હનુમાન પેડક રોડ, રાજકોટ, શ્રી કરૂૂણા ફાઉ-ડેશન ટ્રસ્ટ – એનીમલ વેલ્પલાઈન (મો. 9898019059, 98984)
9. કિસાનપરા ચોક, રાજકોટ, થી કરૂૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ- એનીમલ હેલ્પલાઈન (મો 9898019059,98984 99954)
10.કરુણા એનીમલ હોસ્પિટલ, ગોંડલ ચોકડી પાસે, તુલીપ પાર્ટી પ્લોટ, વાવડી, રાજકોટ થી કરૂૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈન (મો 98980 19059, 98984 99954)
11. શેણી સદભાવના એનીમલ હેલ્પલાઈન હોસ્પિટલ શેલ્ટર), શ્રેયાંસ સ્કૂલ પાસે, એફ.સી. આઈ. ગોડાઉન રોડ, શેઠનગર પછી તરત, પ્રિન્સેસ સ્કૂલનાં ગ્રાઉન્ડ પાછળ, જામનગર રોડ, રાજકોટ શ્રી કરૂૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનીમલ હેલ્પલાઈન (મો. 98980 19059, 98984 99954)
12. ઈમ્પીરીયલ હાઈટ્સ, જીવદયા ઘર, રાજકોટ (મો. 9724609502)
13. આજીડેમ જીવવા ઘર, રાજકોટ (મો. 9724609502)
14. મુંજકા વન વિભાગ (મો. 9726167456)
15. મોરબી રોડ જકાતનાકા, કરુણા અભિયાન (ટોલ ફ્રી નંભર 1962)
16. વેટરનરી પોલીટેકનીક, ડો. ગરાળા સાહેબ (મો 9427220147)
