કરૂણા અભિયાન નો કન્ટ્રોલ રૂમનો પ્રારંભ

રાજયભરમાં ઉતરાયણનાં તહેવાર ઉમંગપૂર્વક ઉજવાતો હોય છે, પરંતુ આ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓને ઇજા થવાના અને મૃત્યુ થવાના સંખ્યાબધ્ધ બનાવો બનતા હોય છે. આવા બનાવો…

રાજયભરમાં ઉતરાયણનાં તહેવાર ઉમંગપૂર્વક ઉજવાતો હોય છે, પરંતુ આ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓને ઇજા થવાના અને મૃત્યુ થવાના સંખ્યાબધ્ધ બનાવો બનતા હોય છે. આવા બનાવો નિવારવા તથા ઇજા પામેલ પક્ષીઓને બચાવવા માટે રાજય સરકાર દ્વારા જીવદયાપ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી તથા વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પશુપાલન મંત્રી જીતુભાઈ વાધાણી ના માર્ગદર્શનમાં ’કરુણા અભિયાન’ શરૂૂ થઇ ચુક્યું છે ત્યારે સમગ્ર ભારતમાં નિ:શુલ્ક પશુ સારવાર ક્ષેત્રે ટોચનું સ્થાન ધરાવતી અને જીવદયા ક્ષેત્રે ભારત સરકાર દ્વારા સર્વશ્રેષ્ઠ સંસ્થાનો એવોર્ડ મેળવનાર સંસ્થા કરૂૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટએનીમલ હેલ્પલાઈન દ્વારા રાજકોટના ત્રિકોણબાગ ખાતે ”કરુણા અભિયાન 2026”અંતર્ગત ભારતના સૌથી મોટા કંટ્રોલ રૂૂમનું વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી વિધિવત ઉદઘાટન કરાયું. કરૂૂણા અભિયાનમાં રાષ્ટ્રસંત નમ્રમૂનિ મહારાજ સાહેબની પ્રેરણા અને આર્શીવાદ પ્રાપ્ત થયા છે.

તા. 10/01/2026 મી થી તા. 20/01/2026 દરમ્યાન આ અભિયાન હેઠળ રાજયભરનાં તમામ જિલ્લા કલેકટરની તેમજ મ્યુનિસીપલ કમિશ્નરની પ્રત્યક્ષ દેખરેખ હેઠળ વન વિભાગ, પશુપાલન વિભાગ, શિક્ષણ વિભાગ, પોલીસ તંત્ર, એનીમલ વેલફેર બોર્ડ, જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી, વિવિધ ગૌશાળાઓ પાંજરાપોળો, વિદ્યુત બોર્ડ અને રાજયભરમાં પથરાયેલ વિવિધ જીવદયાપ્રેમી સંસ્થાઓ વચ્ચે સંકલન સાધી સઘનપણે પક્ષીઓને બચાવવાની કામગીરી આયોજીત ઢબે હાથ ધરાય રહી છે.

મકર સંક્રાંતીએ પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે તા.13, તા.14 તથા 15 જાન્યુઆરી મકર સંક્રાંતીનાં રોજ રાજકોટના (1) ત્રિકોણબાગ, રાજકોટ, કરૂૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનીમલ હેલ્પલાઈન (મો.98980 19059/98984 99954) (2) અર્હમ યુવા સેવા ગ્રુપ, મોદી સ્કુલ પાસે, રાજકોટ (મો.98980 19059 / 98984 99954) (3). અર્હમ યુવા સેવા ગ્રુપ, ઓમ નગર સર્કલ, મવડી,150 ફૂટ રીંગ રોડ, રાજકોટ (મો.98980 19059 / 98984 99954) (4) અર્હમ યુવા સેવા ગ્રુપ,ક્રિસ્ટલ મોલ સામે,કાલાવડ રોડ, રાજકોટ (મો. 98980 19059 / 98984 99954) (5) અર્હમ વેટરનરી કલીનીક, હનુમાન મઢી, કરૂૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનીમલ હેલ્પલાઈન (મો.75670 75680),(6)રાજકોટ મહાજનની પાંજરાપોળ, પાંજરાપોળ-સામા કાંઠે, રાજકોટ (મો.96384 33070)(7) પંચનાથ વેટરનરી કલીનીક, પંચનાથ મહાદેવ મંદિર, રાજકોટ (મો.99049 74955),(8) બાલક હનુમાન, પેડક રોડ, રાજકોટ, કરૂૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનીમલ હેલ્પલાઈન (મો. 98980 19059/ 98984 99954), (9) કિસાનપરા ચોક, રાજકોટ, કરૂૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનીમલ હેલ્પલાઈન (મો.98980 19059 /98984 99954) (10) કરુણા એનીમલ હોસ્પિટલ, ગોંડલ ચોકડી પાસે, તુલીપ પાર્ટી પ્લોટ, વાવડી, રાજકોટ.

કરૂૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનીમલ હેલ્પલાઈન (મો.98980 19059 / 98984 99954),(11) શેણી સદભાવના એનીમલ હેલ્પલાઈન હોસ્પિટલ શેલ્ટર), શ્રેયાંસ સ્કૂલ પાસે, એફ.સી.આઈ. ગોડાઉન રોડ, શેઠનગર છી તરત, પ્રિન્સેસ સ્કૂલનાં ગ્રાઉન્ડ પાછળ, જામનગર રોડ, રાજકોટ. કરૂૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનીમલ હેલ્પલાઈન (મો.98980 19059 / 98984 99954), (12) ઈમ્પીરીયલ હાઈટ્સ, જીવદયા ઘર, રાજકોટ (મો.9724609502), (13) આજીડેમ, જીવદયા ઘર , રાજકોટ (મો.9724609502), (14) મુંજકા, વન વિભાગ (મો.9726167456), (15) મોરબી રોડ જકાતનાકા, કરુણા અભિયાન (ટોલ ફ્રી નંબર 1962 ),(16) વેટરનરી પોલીટેકનીક, ડો. ગરાળા સાહેબ (મો.9427220147) રાજકોટ ખાતે એમ કુલ 16 વિશેષ કંટ્રોલરૂૂમ સવારે 07:00 થી રાત્રીના 07:00 સુધી શરૂૂ રહેશે. ’કરૂૂણા અભિયાન 2026’ અંગેની વિશેષ માહિતી માટે મિતલ ખેતાણી (મો: 98242 21999), પ્રતિક સંઘાણી (મો. 9998030393) તથા એનીમલ હેલ્પલાઇન (મો-9898019059/9898499954) નો સંપર્ક કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *