કાલાવડ ભાજપના ધારાસભ્યના પુત્રને આવાસ યોજનામાં ફલેટની ફાળવણી

જામનગર જિલ્લાના કાલાવડ બેઠકના ભાજપ ના ધારાસભ્ય ના પુત્ર લક્ઝરીયસ જીવન જીવતા હોવા છતાં પણ તેમને સરકારી આવાસ યોજનાના માં ફ્લેટ ની ફાળવણી થતાં ભારે…

જામનગર જિલ્લાના કાલાવડ બેઠકના ભાજપ ના ધારાસભ્ય ના પુત્ર લક્ઝરીયસ જીવન જીવતા હોવા છતાં પણ તેમને સરકારી આવાસ યોજનાના માં ફ્લેટ ની ફાળવણી થતાં ભારે ચકચાર જાગી છે. તો બીજી તરફ ધ્રોલ નગરપાલિકા ના વહીવટ અંગે પણ અનેક શંકાઓ વહેતી થવા પામી છે.

ગુજરાતમાં ભાજપના એક પછી એક નેતાઓ ચર્ચા ના ચાકડે ચડતા રહ્યા છે. તાજેતરમાં એક મંત્રી ના કથિત મનરેગા કૌભાંડ નું પ્રકરણ શાંત થયું નથી, ત્યાં જ વધુ એક ભાજપના નેતાનું ભોપાળુ પ્રકાશમાં આવ્યું છે. કાલાવડ બેઠક ના ભાજપ ના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા ના પુત્ર મોહિત ને ધ્રોલ નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના માં એક સરકારી ફલેટ ની ફાળવણી કરવામાં આવી છે. આ બાબત માહિતી અધિકાર ના કાયદા હેઠળ માંગવામાં આવેલી માહિતી માં પ્રકાશમાં આવતાં ચકચાર જાગી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કાલાવડ ના ભાજપ ના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા આશરે 50 વીઘા જમીન ધરાવે છે, ઉપરાંત પિતા અને પુત્ર અલગ અલગ કાર પણ ધરાવે છે.આવાસ યોજના ના નિયમ મુજબ ફક્ત ગરીબો ને જ આવા ફ્લેટ ની ફાળવણી થતી હોય છે. ત્યારે ધારાસભ્ય ના કહેવાતા કે પ ગરીબ પ પુત્ર ને સરકારી ફ્લેટ ની ફાળવણી થતાં ધ્રોલ નગરપાલિકાના શાસકો ઉપર પણ શંકા સેવાઈ રહી છે.

આ બાબતે ધ્રોલ નગરપાલિકાના જવાબદાર કર્મચારીએ જણાવ્યું હતું કે મોહિત ચાવડા દ્વારા ફ્લેટ માટે અરજી કરવામાં આવી હતી. જેને નગરપાલિકા દ્વારા મંજૂર કરવામાં આવી હતી. પરંતુ નીતિ નિયમો અંગેના જવાબ આપવામાં તેઓ એ ગલ્લા તલ્લા કર્યા હતા. જ્યારે આ બાબતે ધારાસભ્ય એ એવો ખુલાસો કર્યો હતો કે જ્યારે આ મકાનની ફાળવણી કરવામાં આવી, ત્યારે હું ધારાસભ્ય ન હતો. તેમ જ પુત્ર લગ્ન બાદ અલગ રહેતો હોવાથી તેને મકાનની જરૂૂર હોવાથી અરજી કરી હતી, અને તેમને મકાનની ફાળવણી કરવામાં આવી હતી. આમ ધ્રોલ નગરપાલિકાએ ધારાસભ્યના પુત્ર પર વસાવેલા અનહદ પ્રેમ ને કારણે રાજકીય ચર્ચાએ ભારે જોર પકડ્યું છે. ત્યારે હવે આગામી સમયમાં આ બાબતે કોના ઉપર કેવા પગલાં લેવામાં આવે છે . એ તો આવનારો સમય બતાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *