જામનગર જિલ્લામાં તાલુકા અને જિલ્લા કક્ષાએ યોજાશે કલા મહાકુંભ

ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા અને જામનગર જિલ્લા વહીવટી તંત્રની રાહબરી હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી જામનગર દ્વારા કલા…

ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા અને જામનગર જિલ્લા વહીવટી તંત્રની રાહબરી હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી જામનગર દ્વારા કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. તાલુકા અને જિલ્લા કક્ષાએ યોજાનાર સ્પર્ધાઓ માટે ઓફ લાઈન રજિસ્ટ્રેશન ફોર્મ તા.20 જુલાઈ 2025 સુધીમાં રજૂ કરવાનું રહેશે.કલા મહાકુંભમાં વિવિધ 37 સાંસ્કૃતિક કૃતિઓમાં ચાર વયજૂથ છે. વયજૂથ 6 થી 14 વર્ષ, 15 થી 20 વર્ષ, 21 થી 59 વર્ષ અને 60 વર્ષથી ઉપરના વયજૂથમાં સ્પર્ધા યોજાશે. જેમાં તાલુકા તથા ઝોન કક્ષાએથી શરુ થતી 14 કૃતિમાં સુગમ સંગીત, સમૂહગીત, લગ્નગીત, લોકગીત/ભજન, ગરબા, લોકનૃત્ય, રાસ, એકપાત્રીય અભિનય, તબલા, હાર્મોનિયમ(હળવું), ભરતનાટ્યમ, વકતૃત્વ, ચિત્રકલા અને નિબંધ સ્પર્ધાનો સમાવેશ કરાયો છે જ્યારે સીધી જિલ્લા તથા શહેર કક્ષાએથી શરુ થતી કૃતિઓમાં શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની) અને ઓર્ગન, તેમજ સીધી પ્રદેશ કક્ષાએથી શરુ થતી સ્પર્ધાઓમાં ઓડ્ડીસી, મોહીનીઅટ્ટમ, કુચીપુડી, સિતાર, વાંસળી અને સીધી રાજ્યકક્ષાએથી શરુ થતી સ્પર્ધાઓમાં, પખવાજ, મૃદંગમ, સરોદ, સારંગી, ભવાઈ, જોડિયાપાવા, રાવણ હથ્થો સહિતની કૃતિઓ યોજાશે. તાલુકા કક્ષાએથી તાલુકા ક્ધવીનરની નિમણુક કરવામાં આવી છે.

વધુમાં વધુ કલાકારો આ સ્પર્ધામાં ભાગ લે તે માટે તમામ શાળાઓ, કોલેજો તથા વિવધ સંસ્થાઓમાં અને અભ્યાસ કરતા કે ન કરતા હોય તેવા કલાકારોએ તાલુકા ક્ધવીનરનો સંપર્ક કરવો. સંબંધિત તાલુકાના કલાકારોએ તેમનું અરજીફોર્મ જે-તે તાલુકાનાં ક્ધવીનરઓને પહોંચાડવું. આ માટે જામનગર તાલુકા ક્ધવીનર કેતનભાઈ વાળા-ધ પટેલ ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલ ધ્રાંગડા તા.જી.જામનગર મો. 97269 22747, જામજોધપુર તાલુકા ક્ધવીનર અખિલભાઈ બુટાણી- આર.એમ. ટીલવા મા.શાળા સિદસર મો.98793 49682, કાલાવડ તાલુકા ક્ધવીનર રમેશ દોન્ગા- જે.પી. એસ.સ્કુલ, કાલાવડ મો.99744 01472, લાલપુર તાલુકા ક્ધવીનર ધીરજભાઈ પરમાર સણોસરી માધ્યમિક શાળા તા.લાલપુર મો. 9426138010 (5) ધ્રોલ તાલુકા ક્ધવીનર અંકિતભાઈ જીવાણી – આર્યવ્રત સ્કૂલ વાંકિયા તા.ધ્રોલ મો.9099755053 (6) જોડીયા તાલુકા ક્ધવીનર જગદીશભાઈ વિરમગામાં- સાઈ માધ્યમિક શાળા જોડિયા મો. 9979399062 ખાતે જમા કરવાના રહેશે.આમ જામનગર ગ્રામ્ય વિસ્તારમાંથી ભાગ લેવા ઈચ્છતા કલાકારો કલા મહાકુંભ-2024-25 નું ઉક્ત તાલુકા ક્ધવીનર ખાતે તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જિલ્લા સેવા સદન-4,રૂૂમ નં-42. રાજપાર્ક પાસે જામનગર ખાતેથી મેળવીને તા.20/07/2025 સુધીમાં ભરીને પરત જમા કરવાનું રહેશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી જામનગરની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *