ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા રાજ્યના DGP ૠઙ દ્વારા સમગ્ર રાજ્યોમાં અસામાજીક ગુંડા તત્વો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા 100 કલાકમાં યાદી તૈયાર કરવા સૂચના આપવામાં આવી હતી. ત્યારે ગુજરાત ડીજીપીના આ નિર્ણયનું તમામ જિલ્લાઓના અધિકક્ષકો દ્વારા
ગુજરાત ડીજીપીના આદેશ મુજબ જુનાગઢ જિલ્લા પોલીસે અસામાજિક તત્વો સામે મોટી કાર્યવાહી શરૂૂ કરી છે. પોલીસે 100 કલાકની અંદર 5 આરોપીઓ સામે પાસાની દરખાસ્ત અને 41 લોકો સામે હદપારીની દરખાસ્ત તૈયાર કરી છે.
પોલીસે 52 લોકો સામે અટકાયતી પગલાં લીધા છે. જી.પી. એક્ટ કલમ 135 હેઠળ તલવાર અને ધારદાર હથિયારો સાથે પાંચ કેસ નોંધ્યા છે. દારૂૂબંધીના 7 કેસ નોંધાયા છે. નશામાં વાહન ચલાવતા 9 લોકો સામે એમ.વી. એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે.શરીર સંબંધી ગુના, ખંડણી, ધાક-ધમકી, મિલકત સંબંધિત ગુના, દારૂૂ-જુગાર, ખનિજ ચોરી જેવા ગુનામાં સંડોવાયેલા 24 ગુનેગારોને ગુજસીટોક કેસ હેઠળ જેલમાં મોકલ્યા છે. પોલીસે ગેરકાયદે મિલકત અને દબાણો અંગે પણ કાર્યવાહી શરૂૂ કરી છે. લેન્ડ ગ્રેબિંગ અને ડિમોલિશન માટે રેવન્યુ વિભાગ, કોર્પોરેશન અને તાલુકા પંચાયત સાથે સંકલન કરી રિપોર્ટ તૈયાર કરવાની કામગીરી ચાલુ છે.