જૂનાગઢ કોર્પોરેશનનું રૂા.1457 કરોડનું બજેટ જનરલ બોર્ડમાં મંજૂર

  જૂનાગઢ મહાનગરપાલિકાએ વર્ષ 2025-26નું રૂૂ. 1457.22 કરોડનું બજેટ વિપક્ષના વિરોધ વચ્ચે બહુમતીથી મંજૂર કર્યું છે. આ બજેટમાં 2.19 કરોડની પુરાંત દર્શાવવામાં આવી છે. બજેટમાં…

 

જૂનાગઢ મહાનગરપાલિકાએ વર્ષ 2025-26નું રૂૂ. 1457.22 કરોડનું બજેટ વિપક્ષના વિરોધ વચ્ચે બહુમતીથી મંજૂર કર્યું છે. આ બજેટમાં 2.19 કરોડની પુરાંત દર્શાવવામાં આવી છે. બજેટમાં મહિલા સશક્તિકરણ, આંતરમાળખાકીય સુવિધાઓ, ઓવરબ્રિજ, ભૂગર્ભ ગટર અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવા પ્રોજેક્ટ્સનો સમાવેશ કરાયો છે. પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે નરસિંહ મહેતા સરોવર અને વાઘેશ્વર તળાવના બ્યુટીફિકેશનની જોગવાઈ કરવામાં આવી છે.

વિપક્ષના નેતા લલિત પરસાણાએ બજેટની ટીકા કરતા કહ્યું કે, આ બજેટ ભાજપની પ્રચાર પુસ્તિકા જેવું છે. તેમણે આરોપ મૂક્યો કે દર વર્ષે એકની એક યોજનાઓ રજૂ કરવામાં આવે છે, પરંતુ અમલીકરણ થતું નથી. શહેરમાં સફાઈ વ્યવસ્થા અને પાણી પુરવઠાની મૂળભૂત સમસ્યાઓ હજુ ઉકેલાઈ નથી. બજેટમાં સ્વિમિંગ પૂલ, લાઇબ્રેરી, સિટી સિવિક સેન્ટર, વોટર સપ્લાય પ્રોજેક્ટ, રાત્રિ બજાર, સ્વચ્છતા સર્વેક્ષણ અને આધુનિક ગૌશાળા જેવી યોજનાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વિપક્ષે ચીમકી આપી છે કે જો યોગ્ય રીતે વિકાસ કામો નહીં થાય તો સખત વિરોધ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *