ગોંડલમાં રમેશ ધડુકની શાબ્દિક ધોલાઇ કરતા જીગીષા પટેલ

તમારા દીકરા ઉપર હુમલો થયો ત્યારે તમારે ગોંડલ મુકવું પડ્યું હતું, હવે જનતા માટે કેવી રીતે અવાજ ઉઠાવશો? ગોંડલ જેલ ચોક પટેલ વાડી ખાતે પ્રદેશ…

તમારા દીકરા ઉપર હુમલો થયો ત્યારે તમારે ગોંડલ મુકવું પડ્યું હતું, હવે જનતા માટે કેવી રીતે અવાજ ઉઠાવશો?

ગોંડલ જેલ ચોક પટેલ વાડી ખાતે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ તરીકે વરણી પામેલા પુર્વ સાંસદ રમેશભાઈ ધડુક નો લેઉવાપટેલ સમાજ દ્વારા સન્માન નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આમ આદમી પાર્ટીના મહિલા નેતા જીગીષા પટેલ ઉપસ્થિત રહી શાબ્દિક સટાસટી બોલાવતાં સન્માન સમારોહ માં દેકારો બોલી ગયો હતો.જીગીષા પટેલે રમેશભાઈ ધડુક તથા ભાજપ ને સરાજાહેર આડેહાથ લઇ શબ્દોનાં તાતાતીર ચલાવતા ગરમાવો વ્યાપી ગયો હતો.

પટેલ વાડી ખાતે પટેલ સમાજ નાં આગેવાનો દ્વારા રમેશભાઈ ધડુક નું સન્માન ચાલી રહ્યુ હતુ ત્યારે કોઇ આમંત્રણ વગર પટેલ સમાજ ની દિકરી તરીકે કાર્યક્રમ માં આવી પંહોચેલા જીગીષા પટેલે બે શબ્દ બોલવા માઇક માંગતા તેમને માઇક અપાયુ હતુ.ત્યારે જીગીષા પટેલે કટાક્ષ નો મારો ચલાવી કહ્યુ કે રમેશભાઈ આપે ગોંડલ ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં હોદ્દાઓથી લઈ ટિકિટ વહેંચણી સુધીની ઘણી ભૂમિકા ભજવી છે પરંતુ હવે પાર્ટી એ સંગઠનમાં ઉચ્ચ સ્થાન આપી કાયદેસર રીતે આપને જવાબદારી આપી હોય જેમને ધ્યાનમા રાખીને ગોંડલની જનતા ઉપર દબાણ કરતાં બુટલેગરો, જમીન માફિયાઓ, હત્યારાઓ અને એની આખી અસામાજિક તત્વોની ટોળીને વીણી વીણીને ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાંથી બરતરફ કરશો આવા લોકો માટે પાર્ટી પાસેથી ગયા વખતની જેમ ટીકીટો પણ નહીં લાવો, એવી મારી અને ગોંડલની જનતાની આશા છે ખાસ કરીને અહીંયા ઉપસ્થિત તમામ લેઉવા પાટીદાર સમાજની આપના પ્રત્યે આવી લાગણી છે.

જોકે તમે પહેલા પણ આવો પ્રયત્નો કર્યો છે પણ ત્યારે આપના દીકરા ઉપર જાન લેવા હુમલો કરી આપને દબાણ કરવામાં આવ્યું હતું અને થોડા સમય માટે તમારે ગોંડલ મૂકી સુરત રહેવા જવું પડ્યું હતું એવું સ્થાનિક લોકોના મુખે સાંભળેલું છે અને જો આ સાચું છે તો તમે તમારા દીકરા માટે અવાજ ઉઠાવી નથી શક્યા એટલે ગોંડલની સામાન્ય જનતા માટે નહીં જ ઉઠાવી શકો એવી અમને ખાતરી પણ છે. પરંતુ તમે લોકો માટે ઘણા સારા કાર્ય કર્યા છે. વિનામૂલ્યે માતા બહેનોને તીર્થયાત્રાઓ કરાવી છે.

કથાના રસ પાન કરાવ્યા છે. ખૂબ મોટા મોટા જમણવારો પણ કર્યા છે અને તમારી આજ સેવાકીય પ્રવૃતિના લીધે આપના માટે માન પણ છે. પણ હવે ગોંડલ ની જનતા પ્રત્યેની તમારી ફરજ ચૂકતા નહીં આ વખતે તમારા દીકરા પર છરીના ઘા તો શું કોઈ આંગળી પણ ચીંધશે તો આ લેઉવા પાટીદાર ની દીકરી જિગીશા પટેલ આપની પડખે આપણી વ્હારે ઊભી હશે પણ આવા હત્યારાઓ માટે, અસામાજિક તત્વો માટે ટિકિટો લઈને ના આવતા. જીગીષા પટેલ નાં કટાક્ષો થી કાર્યક્રમ માં ઉપસ્થિત સમાજ અગ્રણીઓ સ્તબ્ધ બની ગયા હતાં.અને સ્ટેજ પર દેકારો બોલી ગયો હતો.

અલબત્ત તુરંત જીગીષા પટેલ પાસે થી માઇક લઇ લેવાયું હતું. આમ રમેશભાઈ ધડુક નાં સન્માન કાર્યક્રમ માં અચાનક ઉપસ્થિત થયેલા જીગીષા પટેલે સચીન તેંડુલકર ની માફક શબ્દોની સટાસટી બોલાવતાં આયોજકો મુંજવણ માં મુકાઇ ગયા હતાં.જોકે સમગ્ર ઘટનાં ગોંડલ માં ટોક ઓફ ટાઉન બનવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *