બોટાદમાં નિદ્રાધીન મહિલાના ઓશિકા નીચેથી ચાવી લઇ ઘરમાંથી રૂા.5.24 લાખના દાગીનાની ચોરી

ઘરથી દૂર ઘરેણાંની પેટી તૂટેલી મળી આવી, પોલીસે તપાસ શરૂ કરી બોટાદ શહેરના સાળંગપુર રોડ પર આવેલી મહમદ ગફુર સોસાયટીમાં ચોરીની એક અજીબોગરીબ ઘટના પ્રકાશમાં…

ઘરથી દૂર ઘરેણાંની પેટી તૂટેલી મળી આવી, પોલીસે તપાસ શરૂ કરી

બોટાદ શહેરના સાળંગપુર રોડ પર આવેલી મહમદ ગફુર સોસાયટીમાં ચોરીની એક અજીબોગરીબ ઘટના પ્રકાશમાં આવી છે. તસ્કરોએ રાત્રિના સમયે ઘરમાં ઘૂસી, સૂતેલી મહિલાના ઓશીકા નીચેથી ચાવી કાઢીને કુલ રૂૂ. 5,24,747 ના સોના-ચાંદીના ઘરેણાં અને રોકડની ચોરી કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.ઘટનાની વિગત એવી છે કે, સોસાયટીમાં રહેતા કિરણબેન બથવાર (ઉ.વ. 32) ગત 5 મેના રોજ બાજુમાં રહેતા કાકાના ઘરે માતાજીના માંડવામાં ગયા હતા. માંડવામાં પહેરવા માટે તેમણે પોતાની બહેન પાસેથી મુથુટ ફાઇનાન્સમાં ગીરો મૂકેલા ઘરેણાં મંગાવ્યા હતા.

રાત્રે અઢી વાગ્યે માંડવામાંથી પરત આવ્યા બાદ, તેમણે આ ઘરેણાં ઘઉં ભરવાની પેટીમાં મૂકી તેને તાળું માર્યું હતું. સુરક્ષા માટે કિરણબેને ઘરના મુખ્ય દરવાજાને તાળું મારી તેની ચાવી પોતાના ઓશીકા નીચે મૂકી હતી અને નિદ્રાધીન થયા હતા.વહેલી સવારે 6 વાગ્યે જાગતા કિરણબેનને ઘરનો દરવાજો ખુલ્લો જણાતા તેઓ ફફડી ઉઠ્યા હતા. તપાસ કરતા માલૂમ પડ્યું કે કોઈ અજાણ્યો શખ્સ ઓશીકા નીચેથી ચાવી કાઢી, તાળું ખોલીને ઘરમાં પ્રવેશ્યો હતો અને ઘરેણાં ભરેલી આખેઆખી પેટી જ ઉઠાવી ગયો હતો. શોધખોળ દરમિયાન ઘરથી દૂર ’ભુરા શેઠની ખાણ’ માંથી આ પેટી તૂટેલી હાલતમાં મળી આવી હતી, પરંતુ તેમાંથી ઘરેણાં અને રોકડ ગાયબ હતા.

આ મામલે કિરણબેને બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. સોનાનો સેટ-1, 23 ગ્રામ 180 મીલી કિં.રૂૂ.1,81000, જુમ્મર બુટી જોડી-1 8 ગ્રામ 550 મીલી કિ.રૂૂ. 68,62, સોનાનો ચેઇન-1 14 ગ્રામ 868 મીલી 93,210, સોનાની વિટી-1 1 ગ્રામ 514 મીલી 19,500, સોનાની વિટી-1 2 ગ્રામ 038 મીલી 26,244, ચાંદીની પાયલ 1 જોડી 226 ગ્રામ જેની 22,600 છે, સોનાની કાનમાં પેરવાની શેરૂૂ જોડી- 4 ગ્રામ 370 મીલી 33,985, સોનાની રજવાડી વીટી-1 4 ગ્રામ 966 મીલી 27,209, ચાંદીનો જુડો-1 630 ગ્રામ 7460 સોનાની નાની બુટી જોડી-1 4 ગ્રામ 070મીલી 25,318 રોકડ 20,000 મળી કુલ 5,24,74ની ચોરી થવા પામી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *