સુરતથી ભાવનગર આવતી મહિલાની બેગમાંથી 24.59 લાખના દાગીના-રોકડની ચોરી

ભાવનગર જિલ્લાના ગારિયાધારમાં બનેલી લાખો રૂૂપિયાની ચોરીની ઘટનાનો ભેદ ગારિયાધાર પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે કલ્પેશ નાનું મકવાણા ઉર્ફે કલોને ઝડપી…

ભાવનગર જિલ્લાના ગારિયાધારમાં બનેલી લાખો રૂૂપિયાની ચોરીની ઘટનાનો ભેદ ગારિયાધાર પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે કલ્પેશ નાનું મકવાણા ઉર્ફે કલોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ સુરતથી નાની વાવડી તરફ આવી રહેલી એક મહિલાની બેગમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ ભરેલો બેગ ચોરી કરી લઈ જવામાં આવ્યો હતો. ચોરી ગયેલી માલમત્તાની કુલ કિંમત રૂૂ.24,59,730 જેટલી હોવાનું સામે આવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ ગારિયાધાર પોલીસે તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો હતો. પોલીસની ટીમે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ શંકાસ્પદ આરોપી કલ્પેશ નાનું મકવાણા ઉર્ફે કલોને પોલીસ સકંજામાં ઝડપી લીધો હતો. આ સમગ્ર મામલે ઉઢજઙ દ્વારા માહિતી આપવામાં આવી હતી. પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે તેમજ ચોરીની માલમત્તા અંગે પણ તપાસ આગળ ધપાવી છે. લાખોની ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી આરોપીને ઝડપી પાડતા ગારિયાધાર પોલીસની કામગીરી પ્રશંસનીય બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *