હાલમાં શાહ ટુર્નામેન્ટ ચાલી રહી છે અને જેને લઇ સમગ્ર દેશમાં ક્રિકેટ ફિવર છવાયો છે ત્યારે ધનાળા ગામે જય અલખધણી યુવા ગ્રુપ દ્વારા દિવસની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 64 જેટલી ટીમોએ ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટમાં પ્રતિભાશાળી ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.જય અલખધણી યુવા ગ્રુપ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફાઇનલમાં રસાકસીનો જંગ જોવા મળ્યો હતો આ ફાઇનલ ટુર્નામેન્ટમાં ક્રિષ્ના ઇલેવન હળવદ અને જય શ્રી કેદારીયા ઇલેવન સામ સામે ટકરાયા હતા જેમાં જય શ્રી કેદારીયા ઇલેવન ચેમ્પિયન બની હતી અને ચેમ્પિયન ટીમને ટ્રોફી અને 41 હજારનો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
સાથે જ રોકડ પુરસ્કાર મેળવનાર જયશ્રી કેદારીયા ઇલેવને 41 હજાર ગ્રાઉન્ડ વારા મેલડી માને સેવામાં અર્પણ કરાયાં હતા તો સાથે જ રનર્સ અપ રહેલી ક્રિષ્ના ઇલેવન હળવદ દ્વારા પણ 21 હજાર ધનાળા રામાપીર મંદિરમાં અર્પણ આપવામાં આવ્યા હતા. તો સાથે જ ક્રિકેટના જંગ સાથે સેવાકીય રંગ પણ જોવા મળ્યો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અનેક નાની અનામી રાજકીય નેતાઓ તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
