રાજકોટમાં સૌરાષ્ટ્ર સનાતન સમિતિએ રેસકોર્સના મેદાનમાં જુન તા. 5 થી 7 સનાતન હનુમંત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં બે દિવસ કથા અને છેલ્લા દિવસે દિવ્ય દરબારમાં માનસિક બિમાર અવૈજ્ઞાનિક સારવારના કારણે બાબા બાગેશ્વર અને આયોજકો સામે ગુન્હો દાખલ કરવા ભારત જન વિજ્ઞાન જાથાએ માંગણી કરી છે. હનુમંત કથામાં હિન્દુ રાષ્ટ્ર અને લવ જેહાદ, ચાદરની વિવાદાસ્પદ વાતો કરવામાં આવી હતી.
રાજકોટમાં હનુમંત કથામાં બે દિવસ ભગવાનના ગુણાનુવાદને બદલે લોકોમાં અસમંજસ, મનના વમળોમાં અશાંતિ, લવ જેહાદ, ચાદર, ઉચ્ચારણો કરી ભાઈચારામાં ખલેલ કરવાનો નિમ્ન પ્રયાસ બાબાએ કર્યો હતો તેનો જાથા વિરોધ કરે છે. દેશમાં રાજય કે કેન્દ્રના સત્તાધીશો ચેનકેન ચાદર ચડાવવા જાય છે તેના વિરોધને બદલે લોકોમાં અંદરોઅંદર વૈમનસ્ય ઉભું કરવાનો પ્રયાસને જાથા વખોડે છે. હિન્દુ રાષ્ટ્ર, સનાતન પ્રચાર, કથાનો કદાપિ વિરોધ નથી પરંતુ પોતાના આશ્રમ માટે કેન્સર હોસ્પિટલ, અન્નપુર્ણા રસોઈના નામે ફંડ-ફાળા કરવાનો મુખ્ય ઉદ્દેશ જોવા મળતો હતો.
શ્રદ્ધાળુઓને પોતાના આશ્રમે ઈચ્છિત ફળ માટેની વાતો કરવામાં આવતી હતી. કથાના સમાપને માનસિક દર્દીઓને મોટે સમુહ એકાએક બહાર આવી કરૂૂણ દ્રશ્ય જોવા મળ્યું હતું તેને હનુમાન ચાલીસા બોલી ઉપચાર કરવામાં આવ્યો હતો જે માનવ જીંદગી સાથે ખિલવાડ સમાન છે. મેડીકલ સારવારની સલાહને બદલે પોતાના આશ્રમે આવવાની શીખ આપી હતી. સારવારમાં અવરોધ ઉભો કરવો, મોડી સારવારમાં દદર્દીને પીડામાં વધારો કરવો ગુન્હો બને છે. આયોજકોને રાત્રિના 10 કલાકની માઈક વગાડવા, કથા સભાની મંજૂરી આપવામાં આવી હતી તેને ભંગ કરવા બદલ ગુન્હાને પાત્ર છે.
જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ અને આયોજકો સામે ગુન્હો દાખલ કરવા માંગણી સાથે અરજી આપવામાં આવશે. મંજુરીન નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. માનવ જીંદગી સાથે ખિલવાડ સમાન ઉપચાર પદ્ધતિ ગુન્હાને પાત્ર છે. ખીલવાડ સમાન ઉપચાર પદ્ધતિ ગુન્હાને પાત્ર છે. હનુમંત કથાની આડમાં રાજકીય એજન્ડા મુજબ બાબા કામ કરે છે. આશ્રમમાં આવતું દાન લોકોનું છે તે મુજબ લોકકલ્યાણના કાર્યો કરવા પડે છે. હોસ્પિટલના નામે દેશભરમાંથી ફંડ એકત્ર કરવામાં આવે છે. અન્નપૂર્ણારસોઈ માટેના દાનનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓએ જાગવાની જરૂૂર છે. બાબાનો વાણી-વ્યવહાર, ઉપદેશ સંત કે કથાકારને બદલે ખલનાયકની ભૂમિકા જોવા મળે છે. વિવાદાસ્પદ નિવેદનો આપી સ્થાનિક જગ્યાનું વાતાવરણ ડોહળે છે.
બાબામાં કથાકારની પરિપકવતા જોવા મળતી નથી. દરબારમાં જે જે નામો બોલવામાં આવ્યા તે કાયમી આશ્રમમાં જતા હોય તેવું પ્રાથમિક તારણ છે. પર્થી-અરજી મંજુરીના નામો ષડયંત્રનો ભાગ છે. આયોજકો પર્ચીના નામો સરનામા-મોબાઈલ નંબર જાથાને સુપ્રત કરે તો વધુ પ્રકાશ જનસમાજને આપી શકાય તેમ છે. પર્ચીમાં બોલવવામાં આવેલા નામો પહેલેથી ખબર હોય તેવું વર્તણૂંક જોવા મળતું હતું. દરબારમાં નોટંકી સિવાય કશું જ ન હતું.
વિજ્ઞાન જાથા રાજયના મુખ્યમંત્રી, અધિક મુખ્ય સચિવ, રાજય પોલીસ વડા, ગુજરાત હાઈકોર્ટ અને રાજકોટ ડિસ્ટ્રીકટ કોર્ટને પત્ર પાઠવી બાબા બાગેશ્વર અને આયોજકો વિરૂૂદ્ધ ગુન્હો દાખલ કરવા સંબંધી અરજી દાખલ કરી પગલાની માંગણી કરનાર છે.
