દશામાનાં વ્રત દરમિયાન ઢોંગી ભૂઇમાથી સાવધાન રહેવા જાથાની અપીલ

આપણા દેશમાં છેલ્લા કેટલાંક વર્ષોથી શ્રાવણ માસની એકમથી દસમ સુધી તથા આ વર્ષે તા. 13મી ઓગસ્ટથી 22મી ઓગસ્ટ સુધી આરાધ્ય દેવી દશામૉંના વ્રતનો પ્રારંભ, પૂજન,…

આપણા દેશમાં છેલ્લા કેટલાંક વર્ષોથી શ્રાવણ માસની એકમથી દસમ સુધી તથા આ વર્ષે તા. 13મી ઓગસ્ટથી 22મી ઓગસ્ટ સુધી આરાધ્ય દેવી દશામૉંના વ્રતનો પ્રારંભ, પૂજન, અર્ચન મહિમા અનેક રીતે ઉજવણી પ્રદેશ પ્રમાણે કરવામાં આવે છે. દશામૉંના વ્રતનું ગૌરવ, ધાર્મિક અનુસરણ પ્રમાણે વિધિ-વિધાન થાય, ઉજવણી શ્રદ્ધા પ્રમાણે થાય તેનો કદી પણ વિરોધ હોય શકે નહીં.

સૌને આદર, વંદન માતાજી તરફ હોય તે સ્વાભાવિક છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી દશામૉંના વ્રત દરમ્યાન અમુક લેભાગુઓ, ભુવા-ભારાડી, ભૂઈમા, તકસાધુઓ, ચમત્કારિકો શ્રદ્ધાના માહોલમાં યુક્તિ, પ્રયુક્તિ, ચમત્કારે કરી છેતરપિંડી કરે છે તેનો વર્ષોનો અનુભવ હોય ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરી સખ્ત શબ્દોમાં વખોડી વિરોધ કરી ધૂણતી ઢોંગી ભૂઈમાંથી સાવધાન રહેવા અપીલ કરવામાં આવી છે.
જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે ગુરૂૂવાર તા. 13મી ઓગસ્ટથી દશામૉંના વ્રતનો પ્રારંભ થાય છે. દેશમાં શ્રદ્ધાપૂર્વક ધાર્મિક ઉત્સવ ઉજવવો સૌ નાગરિકોને અબાધિત અધિકાર છે. વ્રતના સ્થાપન-પુણર્ણાહુતિએ શ્રદ્ધાળુઓએ આરોગ્યની જાળ વણી રાખવી સૌના હિતમાં છે.

કહેવાતા ચમત્કારો – પરચાઓ વિજ્ઞાનને કારણે ગાયબ થઈ ગયા છે. સાદગીથી પોતાના ઘરમાં જ ઉજવણી થાય તે જરૂૂરી છે. વર્ષોની લોકજાગૃતિના કારણે દશામૉંની ભૂઈમાના પરચા ઓસરતા થઈને હવે નહિંવત જોવા મળે છે. મેટ્રો શહેરમાં અમુક વિસ્તારમાં આજે પણ ધાર્મિક ઉન્માદ જોવા મળે છે તેમાં જાથા વિવેકથી કામગીરી કરે છે. તા. 22 મી ઓગસ્ટે જાગરણના દિવસે મૂર્તિના વિસર્જન સ્થળે પૂજન-અર્ચન કરેલ દશામૉંની મૂર્તિની અવદશા દયનીય જોવા મળે છે તેમાં ફેરફાર કરવો અતિ જરૂૂરી છે. પીવાના પાણીમાં કદી પણ મૂર્તિનું વિસર્જન કરવું નહિ.

વધુમાં જાથાના પંડયા જણાવે છે કે વિજ્ઞાનના કારણે પૃથ્વી ઉપર અવતારો-ચમત્કારો-પરચાઓ બંધ થઈ ગયા છે. દશામૉંની ભૂઈના પરચા બેબુનિયાદ સાબિત થયા છે છતાં પણ જાથા દર વર્ષે દશામૉંના વન સમયે શ્રદ્ધાળુઓ છેતરાય નહિ તે માટે લોકજાગૃતિનું કામ કરે છે. વર્ષોના અભિયાન પછી મહદ અંશે સફળતા જોવા મળેલ છે. ઉન્માદમાં ઓટ જરૂૂર આવી છે. દશામૉંના વ્રતના અભિયાનના જાથાના 24 મા વર્ષે જાગૃતિ લાવવા જનસમાજ સમક્ષ હકિકત મુકે છે તેમાં 24 વર્ષથી વ્રત દરમ્યાન 2800 મહિલાઓ ધૂણતી નજરે પડી હતી તેમાંથી છેતરપિંડી કરતી 903 ભૂઈમાઓનો પર્દાફાશ કરી ચોંકાવનારી હકિકત બહાર આવી હતી.

આ વ્રતમાં ચાલાક ભૂઈમાનો છેતરપિંડીનો ધંધો થઈ ગયો છે. તેથી જાથા વિરોધ કરે છે. દશામાના ભકતો-શ્રદ્ધાળુઓએ આ વ્રત દરમ્યાન જાગૃતિ રાખવાનો સમય પાકી ગયો છે. દશામાના વ્રત દરમ્યાન ઢોંગી, અમુક ભૂઈમા-ભુવા, લેભાગુઓ, તકસાધુઓ હાથ-પગ, મોંમાથી કંકુ કાઢવું-નીકળવું, કંકુના પગલા, મૂર્તિ-સાંઢણીનું દૂધ પાણી પીવું, જમીનમાંથી એકાએક મૂર્તિ નીકળવી, ફળ, શાકભાજીમાં દેવ-દેવીના દર્શન થવા તેવા અવનવા ગતકડાના ચમત્કારોનું સર્જન કરી લોકોને ભરમાવવામાં કે ભીડ એકઠી કરવાના નુશ્કા જોવા મળશે. ખોટા ચમત્કારોથી પ્રભાવિત ન થવા કે અફવામાં દોરાવું નહિ તેવી જાથા અપીલ કરે છે. સોશ્યલ મિડીયામાં આવતી ઘટનાથી સાવધાન રહેવું.

જાથાના સદસ્યો નાથાભાઈ પીપળીયા, દિનેશભાઈ હુંબલ, નિર્મળ મેત્રા, નિર્ભય જોશી, રાજુભાઈ યાદવ, ભક્તિબેન રાજગોર, ભાનુબેન ગોહિલ, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, હર્ષાબેન પંડયા એડવોકેટ અને શાખાઓના કાર્યકરો સંકલન કરી શ્રધ્ધાની આડમાં છેતરાય નહિ તે સંબંધી જાગૃતિ કેળવવાના છે. રાજયમાં દશામાના વ્રત દરમ્યાન ધૂણીને ઢોંગ કરતી ભ્રામક પ્રચાર કરતી ભૂઈમાઓ વિશે માહિતી મો. 98252 16689 ઉપર સંપર્ક કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *