જસદણના શિવરાજપુરમાં થયેલ છગનભાઈ ઝાપડીયાની હત્યામાં ઝડપાયેલા ત્રણ આરોપીઓનું ઘટના સ્થળ પર રિંક્ધટ્રક્શન કરવામાં આવ્યું. જસદણ નામદાર કોર્ટ દ્વારા ત્રણે આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતાં. જસદણ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ પુરાવા એકત્રિત કરવા માટે રીક્ધટ્રક્શન કરવામાં આવ્યું હતુ.
રીક્ધટ્રક્શન સમયે કોઈ કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે જસદણ પોલીસ દ્વારા રીક્ધટ્રક્શન સમયે જસદણ ભાડલા વિંછીયા તથા આટકોટ પોલીસ તેમજ રાજકોટ રૂૂરલ એલસીબી એસઓજી સહિતની ટીમ હાજર રહી હતી આ હત્યા કેસમાં પોલીસ દ્વારા હત્યાનો ભોગ બનનાર ના લોકો સામે ક્રોસ ફરિયાદ 307 દાખલ કરવામાં આવતાં. આ કેસમાં કોળી સમાજમાં ભારેરોષ જોવા મળી રહ્યો છે. છગનભાઈ ઝાપડીયાની હત્યા કેસમાં રિમાન્ડ દરમિયાન કેટલાક નામ ખુલશે તેવી સંભાવના છે.
