જસદણ : પ્રેમ પ્રકરણમાં બે પરિવાર વચ્ચે ધીંગાણું

મારામારીમાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ ખસેડાયો : બંને પક્ષે સામસામી 19 લોકો વિરુદ્ધ ફરિયાદ જસદણમાં વિછિયા રોડ ઉપર તાલુકા પંચાયત પાસે રહેતા પરિવારના વેવાઈનો…

મારામારીમાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ ખસેડાયો : બંને પક્ષે સામસામી 19 લોકો વિરુદ્ધ ફરિયાદ


જસદણમાં વિછિયા રોડ ઉપર તાલુકા પંચાયત પાસે રહેતા પરિવારના વેવાઈનો દિકરી સાથેના ભત્રીજાના પ્રેમ પ્રકરણ મુદ્દે બે પરિવાર વચ્ચે મારામારી થઈ હતી. જેમાં એક યુવકને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. મારામારી કરનાર બન્ને પક્ષના 19 શખ્સ વિરુદ્ધ સામસામી ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ જસદણમાં વિછિયારોડ ઉપર તાલુકા પંચાયત પાસે રહેતા મુકેશ રાજુભાઈ સાડમિયા નામનો 42 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે અનિલ દેવરાજ સાડમિયા, અક્ષય દેવરાજ સાડમિયા, ઘનશ્યામ દેવરાજ સાડમિયા, ગજરાબેન અનિલભાઈ સાડમિયાન, રોહિતભાઈ અનિલભાઈ સાડમિયા અને જયેશ સાડમિયાએ ઝઘડો કરી ધોકાવડે મારમાર્યો હતો.

યુવકને ઈજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે વળતા પ્રહારમાં અનિલ દેવરાજ સાડમિયા ઉપર દિપકજોરુ સાડમિયા, ભૂપત જોરુ સાડમિયા, મુકેશ કાજુ સાડમિયા, રમેશ રાજુ સાડમિયા, રાયધુ જોરૂૂુ સાડમિયા, કાળુ કાજુ સાડમિયા, ગજુ કાળુ સાડમિયા, પાતળીમુકેશ સાડમિયા, હિરા રમેશ સાડમિયા, સુરેશ રમેશ સાડમિયા, કાળુ મુકેશ સાડમિયા અને પંકજ રાયધન સાડમિયાએ પથ્થરમારો કરી લાકડી વડે માર માર્યો હતો. આ અંગે જસદણ પોલીસે બન્ને પક્ષે મારામારી કરનાર મહિલા સહિત 19 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ અનિલ સાડમિયાના બોટાદ રહેતા વેવાઈની પુત્રી સાથે રાયધન સાડમિયાના દિકરા પંકજને પ્રેમ સબંધ હોય જે પ્રેમસબંધની અનિલ સાડમિયાની જાણ થતાં બન્ને પક્ષવચ્ચે મારામારી થઈ હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *