મોરબીમાં સોની યુવાનની હત્યાના વિરોધમાં જામનગરની ચાંદીબજાર અડધો દિવસ બંધ, ધરણાં

મોરબીમાં સામાન્ય બાબતે સોની યુવાન ની હત્યા નિપજાવાઈ હતી. આ બનાવના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, અને વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. આજે જામનગર માં સોની…

મોરબીમાં સામાન્ય બાબતે સોની યુવાન ની હત્યા નિપજાવાઈ હતી. આ બનાવના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, અને વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. આજે જામનગર માં સોની બજારના વેપારીઓ એ બંધ પાળ્યો હતો, અને ચાંદીબજારમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. સોની વેપારીઓએ હાથમાં સૂત્રો લખેલ પોસ્ટરો પ્રદર્શિત કર્યા હતાં. જેમાં લખાણ કરાયું હતું કે, ’આરોપીને ફાંસી આપો, 11 માસની બાળકીના પિતા, જતિન સોની ને ન્યાય આપો’ આ પછી કલેક્ટર કચેરી એ આવેદન પત્ર પાઠવી ન્યાય ની માંગણી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *