સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી: બે યુવાનો પર લોખંડના પાઇપ- ધોકા વડે હુમલાનો આરોપ
જામનગર શહેરમાં જી.જી. હોસ્પિટલ સામે આવેલા શિવમ હોટલ પાસે મોડીરાત્રે બનેલી મારામારીની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. બનાવ અંગે સિટી બી-ડિવિઝન પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદ મુજબ, કર્મચારીનગર વિસ્તારમાં રહેતા જયરાજસિંહ નવલસિંહ કંચવા પોતાના મિત્ર રુદ્ર રાઠોડને ક્રિસ્ટલ મોલ પાસે માર મારાયો હોવાની જાણ થતાં તેને સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખાતે લાવ્યા હતા. સારવાર દરમિયાન જયરાજસિંહ તથા તેમના મિત્ર મહાવીરસિંહ ચૌહાણ હોસ્પિટલ સામે આવેલી શિવમ હોટલ પાસે ચા પીવા ઉભા હતા.
તે દરમિયાન બે મોટરસાયકલ પર આવેલા ચાર શખ્સોએ બંને પર હુમલો કર્યો હતો. આરોપી જયદીપસિંહ જાડેજાના હાથમાં લોખંડનો પાઇપ હતો અને તેણે ફરીયાદીને ધમકી આપી માથાના પાછળના ભાગે હુમલો કર્યો હતો. હુમલાના કારણે ફરીયાદી જમીન પર પટકાયા હતા. ત્યારબાદ અન્ય આરોપીઓએ પણ લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે હુમલો કરી બંને હાથમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.
આ બનાવમાં સિટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જયદીપસિંહ જાડેજા, હાર્દિક ઉર્ફે હદુભા ઝાલા, વિવેક ઉર્ફે વિકી કાપડી તથા એક અજાણ્યા ઈસમ સામે બી.એન.એસ.ની વિવિધ કલમો તેમજ જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. બનાવ અંગે વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
બાઈક ચોર ઝડપાયો
જામનગર માં જોલી બંગલા વિસ્તારમાં આવેલી એક હોટલના પાર્કિંગમાંથી હોટલના મેનેજરનું મોટરસાયકલ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી.જેમાં પોલીસે ચોરાઉ બાઇક સાથે એક આરોપી ને ઝડપી લીધો છે.
મુળ લાલપુર તાલુકા ના સણોસરા ગામના વતની અને જામનગરમાં જોલી બંગલા વિસ્તારમાં આવેલી હોટલ રેસીડેન્સી માં મેનેજર તરીકે ફરજ બજાવતા સિરાજ વલીમામદ લાખા નામના ના યુવાને પોતાનું મોટરસાયકલ હોટલ ના પાર્કિંગમાં પાર્ક કર્યું હતું, ત્યાંથી કોઈ તસ્કરો રૂૂપિયા 60,000 ની કિંમત ના બાઈક ની કોઇ ઉઠાંતરી કરી લઈ ગયા હતા. દરમિયાન પોલીસ ને બાતમી મળી હતી કે એક્સ શખ્સ ચોરાવ મનાતા બાઈક સાથે 49 – દિગ્વિજય પ્લોટ વિસ્તાર પ્રણામ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વાળા માર્ગ ઉપર.થી પસાર થઈ રહ્યો છે. આથી પોલીસે વોચ ગોઠવી ને આરોપી વિશાલ અરજણભાઈ કટેશીયા ( ઉ.વ 29 , રહે. દિગ્વિજય પ્લોટ શેરી નંબર 58, જે જે ટાવર સામે ની શેરી માં જામનગર.) ને રૂૂપિયા 60,000. ની કિંમત ના ચોરાવ બાઈક સાથે ઝડપી પાડ્યો હતો. આ બાઈક તેણે ચરેક દિવસ પહેલા એક હોટલ ના પાર્કિંગ માંથી ઉઠાંતરી કરી હતી. આમ ગઈકાલે નોંધાયેલી આ બાઈક ચોરી નો ભેદ ઉકેલવામાં પોલીસ ને સફળતા સાપડી છે.
