દેશના પ્રથમ ઓર્બિટલ રોકેટ લોન્ચ કરનાર એરોસ્પેસ ટીમમાં જામનગરની દીકરીનો સિંહફાળો

જામનગરનાં વિભાપર ગામનાં સામાન્ય પટેલ પરિવારની દીકરી પૃથ્વી દિનેશભાઈ સંઘાણીએ સ્કાયરૂૂટ એરોસ્પેસમાં ગાઇડન્સ નેવિગેશન એન્ડ કંટ્રોલ ટીમ (જી.એન.સી.) માં કંટ્રોલ સિસ્ટમ લીડ તરીકે કામ કરીને…

જામનગરનાં વિભાપર ગામનાં સામાન્ય પટેલ પરિવારની દીકરી પૃથ્વી દિનેશભાઈ સંઘાણીએ સ્કાયરૂૂટ એરોસ્પેસમાં ગાઇડન્સ નેવિગેશન એન્ડ કંટ્રોલ ટીમ (જી.એન.સી.) માં કંટ્રોલ સિસ્ટમ લીડ તરીકે કામ કરીને મિશન આગમન હેઠળ વિક્રમ -1 લોન્ચ વ્હીકલ માટેના ઓટોપાયલેટને ડિઝાઇન અને ડેવલોપ કર્યો અને ત્યારબાદ હરિકોટાથી વિક્રમ-1 નાં ઐતિહાસિક સફળ પરીક્ષણમાં પૃથ્વીએ સમગ્ર ટીમ સાથે સહભાગી થઈ આ અદ્દભુત ક્ષણ પ્રાપ્ત કર્યો ત્યારે આ ગૌરવપૂર્ણ અવસરને કારણે દેશ તથા ગુજરાતમાં પૃથ્વીએ જામનગર શહેર સાથે પરિવારજનોનું પણ નામ રોશન કર્યું છે.

આ ખાસ સિદ્ધિ પૃથ્વીએ અભ્યાસક્રમમાં જે મહેનત કરી છે તેનું પરિણામ છે. જેમાં તેણીએ સૌપ્રથમ જામનગરની હરિયા સ્કૂલમા ધો.10 તથા મોદી સ્કૂલમાંથી 12 સાયન્સ કરીને 2012 થી 2016 ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ વિષય પર આત્મીય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ સાયન્સ રાજકોટ ખાતે બી.ઇ. અને 2017 થી 2019 દરમિયાન પૂણેની ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ ટેક્નોલોજી કોલેજમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગ(ગાઇડેડ મિસાઇલ્સમાં વિશેષજ્ઞતા સાથે)માં એ..ટેક. ની ડિગ્રી હાંસલ કરી.

તે પછી 2019 થી 2021 બે વર્ષ માટે ડી.આર.ડી.એલ., ડી.આર.ડી.ઓ. હૈદરાબાદ ખાતે પ્રોજેક્ટ એન્જિનિયર તરીકે મિસાઇલ્સની મિશન અને કંટ્રોલ ડિઝાઇન પર કામ પણ કર્યું, ત્યારબાદ વર્ષ 2026 સુધી સ્કાયરૂૂટ એરોસ્પેસ પ્રા.લી. માં જી.એન.સી. એન્જિનિયર પદે જોડાઇને ’કંટ્રોલ લીડ’ તરીકે આ ઐતિહાસિક સફળ મિશનનાં ’વિક્રમ-1’ વાહન માટે ઓટોપાયલટની ડિઝાઇન તથા વિકાસ કર્યો. તેમજ હાલ જુન 2026થી અત્યાર સુધી પૃથ્વી એરોસ્પેસ ડિફેન્સનાં સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ અંતર્ગત કામ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *