જામનગરમાં નોંધાયેલા ક્રિકેટના સટ્ટા ના એક ગુનામાં છેલ્લા એક વર્ષ થી નાસ્તા ફરતા આરોપી ને જામનગર પોલીસ ટીમે ઝડપી પાડ્યો છે.
જામનગર ના સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશન માં આજથી એક વર્ષ પહેલાં ક્રિકેટના સટ્ટા નો ગુનો નોંધાયો હતો.જે ગુનામાં છેલ્લા 1 વર્ષથી નાસતા-ફરતા આરોપી રાજકોટના વતની વિરભદ્રસિંહ ઉર્ફે વિરુભા દિલાવરસિંહ ને રાજકોટ થી પકડી પાડવામા આવ્યો છે. અને જરૂૂરી કાર્યવાહી માટે સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશન ને સોંપી આપેલ છે. આ કામગીરી પેરોલ ફર્લો સ્કવોડ ના પોલીસ સબ ઇન્સપેક્ટર પી.એન.મોરી તથા તેઓના સ્ટાફ દ્વારા કરવામા આવી હતી.
