તળાજા ભાજપના નગરસેવક અને પિતાને જાનથી મારી નાખવાની ધમકી

ભાવનગર જિલ્લાના તળાજા ના જાણીતા ઉદ્યોગપતિ એ અહીં કુરિયર સર્વિસ નું કામ કરતા યુવક વિરુદ્ધ રૂૂપિયા ની માગણી કરી પોતાને તથા પુત્ર ને મારી નાખવાની…

ભાવનગર જિલ્લાના તળાજા ના જાણીતા ઉદ્યોગપતિ એ અહીં કુરિયર સર્વિસ નું કામ કરતા યુવક વિરુદ્ધ રૂૂપિયા ની માગણી કરી પોતાને તથા પુત્ર ને મારી નાખવાની ધમકી આપ્યા ની ફરિયાદ નોંધાવી છે.

જાણકાર સૂત્રોમાં ખળભળાટ મચાવતી અહીંના પોલીસ મથકમાં નિધાયેલ ફરિયાદ મુજબ તળાજા નગર પાલિકા ના ભાજપ માંથી ચૂંટાયેલા અને બાંધકામ સમિતિ ના ચેરમેન અયાન ભૂરાણી ના પિતા યુનાઇટેડ ફૂડ નામની કંપની ચલાવતા નિહાલભાઈ ભૂરાણી ઉ.વ.52 એ રિઝવનખાન નસીબખાન પઠાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

આરોપ લગાવવામાં આવ્યો છેકે ગતતા.25 ના રોજ ભાણીયા કૈફ મીનાઝભાઈ પટેલ ને ફોન કરીને જણાવેલ કે તારા મામા નિહાલભાઈ પાસે થી રૂૂ.1,75,000/- લેવાના છે.તે આપી દે નહિતર તેના દીકરા અયાન ને હું ઉપાડી લેવાનો છું ની ધમકી આપેલ.જે બાબતે ગંભીરતા લીધી ન હતી.બાદ રિઝવનખાન ને કુરિયર નું કામ આપેલ હોય તેના ટેક્ષના રૂૂપિયા બાબતે હિસાબ કરવા બોલાવેલ.તા.15 ના રોજ હિસાબ સમજાવતા તે માનેલ નહિ.કંપની માંથી જતા જતા કહેલ કે તમે અને તમારો પરિવાર તૈયાર રહેજો.તમને અને તમારા દીકરા અયાન ને હું જાનથી મારી નાખવાની ધમકી આપેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *