પત્ની પ્રેમી સાથે ભાગી જતા જામનગરના યુવાનનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

જામનગર જિલ્લાના સિક્કા ગામના વતની 35 વર્ષીય દિનેશભાઈ વાલજીભાઈ ખાણીયાની પત્ની હિરલ ગત 2 માર્ચના રોજ પોતાના માસૂમ સંતાનોને ઘરે મૂકીને રવિ મકવાણા નામના યુવાન…

જામનગર જિલ્લાના સિક્કા ગામના વતની 35 વર્ષીય દિનેશભાઈ વાલજીભાઈ ખાણીયાની પત્ની હિરલ ગત 2 માર્ચના રોજ પોતાના માસૂમ સંતાનોને ઘરે મૂકીને રવિ મકવાણા નામના યુવાન સાથે ભાગી ગઈ હતી. પત્નીના આ પગલાથી દિનેશભાઈ માનસિક રીતે ભાંગી પડ્યા હતા અને આ મામલે સમાધાન કે ઉકેલ લાવવાના પ્રયાસો ચાલુ હતા. આ દરમિયાન ગઈકાલે સાંજે 6:00 વાગ્યાની આસપાસ બોટાદ ખાતે રવિના સંબંધી એલ.ડી.મકવાણાની ઓફિસે પહોંચેલા દિનેશભાઈએ અચાનક ઝેરી દવા ગટગટાવી લેતા ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ,રવિ મકવાણાના સંબંધી એલ.ડી. મકવાણાએ દિનેશભાઈને પોતાની ઓફિસે બોલાવ્યા હતા. ત્યાં દિનેશભાઈને તેમની પત્ની હિરલને છૂટાછેડા આપી દેવા માટે દબાણ કરવામાં આવ્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી. એક તરફ પત્નીના વિરહ અને બીજી તરફ સામા પક્ષ તરફથી મળતા ત્રાસને કારણે મજબૂર બનેલા દિનેશભાઈએ તે જ સમયે ઓફિસમાં ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમની હાલત લથડતા તાત્કાલિક ધોરણે તેમને બોટાદ અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.
આ સમગ્ર કિસ્સાના મૂળમાં લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ હોવાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *