જામનગર-વૈષ્ણોદેવી બે કલાક અને વેરાવળ-ગાંધીનગર 1.15 કલાક મોડી

રાજકોટ ડિવિઝનના રાજકોટ-બિલેશ્વર સેક્શનમાં આવેલા બ્રિજ નંબર 225 ના ગર્ડર ફરીથી લગાવવા માટે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા બ્લોક લેવામાં આવશે. આ બ્લોકના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર…

રાજકોટ ડિવિઝનના રાજકોટ-બિલેશ્વર સેક્શનમાં આવેલા બ્રિજ નંબર 225 ના ગર્ડર ફરીથી લગાવવા માટે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા બ્લોક લેવામાં આવશે. આ બ્લોકના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી બે ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ટ્રેન નંબર 12477 જામનગર-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ 28.05.2025 ના રોજ જામનગરથી તેના નિર્ધારિત સમય 08:30 વાગ્યાને બદલે 2 કલાક મોડી એટલે કે 10:30 વાગ્યે ઉપડશે. ટ્રેન નંબર 19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ 28.05.2025 ના રોજ વેરાવળથી તેના નિર્ધારિત સમય 7:30 વાગ્યાને બદલે 1 કલાક 15 મિનિટ મોડી એટલે કે 8:45 વાગ્યે ઉપડશે.ટ્રેનોના સંચાલન સમય વિશે વધુ માહિતી માટે, યાત્રીઓ કૃપા કરીને www.enquiry. indianrail.gov.in ની મુલાકાત લેવા યાદીમાં જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *