જામનગરના સોની વેપારી સાથે ચેઇન, લેપટોપ અને સાઉન્ડ સિસ્ટમની ઠગાઈ

મિત્રને ફાઇનાન્સમાં અપાવેલો માલ મિત્ર લઈ ગયા પછી હાથ ખંખેરી લેતાં ફરિયાદ જામનગરમાં રહેતા એક સોની વેપારીને પોતાના મિત્રએ દગો કર્યા નો મામલો સામે આવ્યો…

મિત્રને ફાઇનાન્સમાં અપાવેલો માલ મિત્ર લઈ ગયા પછી હાથ ખંખેરી લેતાં ફરિયાદ

જામનગરમાં રહેતા એક સોની વેપારીને પોતાના મિત્રએ દગો કર્યા નો મામલો સામે આવ્યો છે. મિત્રતાના દાવે પ્રસંગમાં પહેરવા માટે સોનાનો ચેઇન લઈ ગયો હતો, જયારે પુત્રને અપાવવા માટે લેપટોપ તથા સાઉન્ડ સિસ્ટમની ખરીદી કરાવ્યા બાદ પૈસા કે સોનાનો ચેઇન પરત નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે.

જામનગર શહેરના ચાંદી બજાર વિસ્તારમાં વિશ્વાસઘાત અને ધમકીનો બનાવ સામે આવ્યો છે. આ અંગે સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

માહિતી મુજબ, ફરીયાદી હિમાંશુભાઈ જયંતીલાલ વજાણી (ઉ.વ. 34), વ્યવસાયે સોની, પોતાની દુકાને બેઠા હતા ત્યારે ઓળખીતો આરોપી જીજ્ઞેશ ઉર્ફે જીગો દિનેશભાઈ સોલંકી તેમની પાસે આવ્યો હતો. આરોપીએ પોતાના દીકરાને લેપટોપ લેવા માટે નાણાંની તંગી હોવાનું કહી ફરીયાદી પાસેથી વિશ્વાસમાં લઈ આશરે રૂૂ. 99,999 કિંમતનું એપલ કંપનીનું લેપટોપ બજાજ ફાઈનાન્સ મારફતે અપાવ્યું હતું.

આગળ, આરોપીએ લગ્ન પ્રસંગ માટે કહી ફરીયાદી પાસેથી આશરે 10.30 ગ્રામ વજનનો 22 કેરેટ સોનાનો ચેઇન પણ લઈ ગયો હતો. ઉપરાંત, ફરીયાદીના નામે આઈડીએફસી બેંકમાંથી લોન લઈને ક્રોમા શોરૂૂમમાંથી જેબીએલ કંપનીનું સાઉન્ડ સિસ્ટમ પણ મેળવ્યું હતું.

લોનના હપ્તા ચૂકવવાની જવાબદારી આરોપીએ લીધી હતી, પરંતુ માત્ર પ્રથમ રૂા. 3,500 નો હપ્તો ભર્યા બાદ બાકી હપ્તા ભરવાનો ઈનકાર કર્યો હતો. ફરીયાદીએ સોનાનો ચેન પરત માંગતા આરોપીએ ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ રીતે આરોપીએ વિશ્વાસઘાત કરી ફરીયાદીને આર્થિક નુકસાન પહોંચાડ્યું હોવાનું નોંધાયું છે.

આ બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ 316(2), 352 અને 351(3) હેઠળ ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *