જામનગરના મહિલા પોલીસકર્મી સાથે ક્રેડિટ કાર્ડના નામે 80517ની ઠગાઇ

મૂળ જામનગર જિલ્લાના બેરાજા ગામના વતની અને હાલ જૂનાગઢના સોરઠ પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે તાલીમ લઈ રહેલાં 24 વર્ષીય મહિલા પોલીસકર્મી જીનલબેન બાબુભાઈ સોલંકી સાથે…

મૂળ જામનગર જિલ્લાના બેરાજા ગામના વતની અને હાલ જૂનાગઢના સોરઠ પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે તાલીમ લઈ રહેલાં 24 વર્ષીય મહિલા પોલીસકર્મી જીનલબેન બાબુભાઈ સોલંકી સાથે સાયબર ઠગાઈની ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સે એક્સિસ બેંકના કર્મચારી તરીકે ઓળખ આપી ક્રેડિટ કાર્ડના ચાર્જ કપાતા અટકાવવાની લાલચ આપી તેમની પાસેથી ઓટીપી મેળવી લીધો હતો. ત્યારબાદ ક્રેડિટ કાર્ડમાંથી અલગ-અલગ પાંચ વ્યવહારો મારફતે કુલ રૂૂ. 80,517ની રકમ ઉપાડી લેવામાં આવી હતી.

મળતી વિગતો મુજબ, મહિલા પોલીસકર્મીને અજાણ્યા હિન્દીભાષી શખ્સે વોટ્સએપ પર એપીકે ફાઇલ મોકલી હતી. બેંકના કર્મચારી તરીકે ઓળખ આપીને ક્રેડિટ કાર્ડના ચાર્જ રદ કરવાની લાલચ આપી ફાઇલ મારફતે ઓટીપી મેળવી લેવામાં આવ્યો હતો. ઓટીપી આપ્યા બાદ તેમના મોબાઇલમાં અનધિકૃત પ્રક્રિયા શરૂૂ થઈ હતી અને ક્રેડિટ કાર્ડમાંથી નાણાં ઉપાડવામાં આવ્યા હતા.

તા. 26 સપ્ટેમ્બરથી તા. 30 સપ્ટેમ્બર, 2026 દરમિયાન પાંચ અલગ-અલગ વ્યવહારો મારફતે કુલ રૂૂ. 80,517ની ઠગાઈ કરવામાં આવી હતી. આ બનાવ અંગે મહિલા પોલીસકર્મીએ અગાઉ સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ ગુરુવારે જૂનાગઢ તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા મોબાઇલ નંબર ધારકો તથા બેંક ખાતાધારકો સામે વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *