જામનગર મનપાને મિલકત વેરાની 163 અને પાણી વેરાની 33 કરોડની આવક

જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક દિવસથી વેરાની બાકી વસૂલાત માટે કડક કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ વ્યાજ માફી યોજના પણ અમલમાં મૂકવામાં આવી હતી. ગઈકાલે…

જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક દિવસથી વેરાની બાકી વસૂલાત માટે કડક કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ વ્યાજ માફી યોજના પણ અમલમાં મૂકવામાં આવી હતી. ગઈકાલે વ્યાજ માફી યોજનાના છેલ્લા દિવસે એટલે કે એક જ દિવસમાં માત્ર મિલકત વેરા પેટે રૂૂ. 6,98,80,600 ની આવક થવા પામી હતી, અને વર્ષ દરમિયાન મિલકત વેરા પેટે કુલ રૂૂમ. 163.6પ કરોડની આવક મળી છે.

તેવી જ રીતે ગઈકાલે માત્ર એક જ દિવસમાં પાણી વેરા પેટે રૂૂમ. 1,1ર,પ8,પ46ની આવક મળીહતી, જ્યારે વર્ષ દરમિયાન પાણી વેરા પેટે રૂૂ. 33 કરોડ ની આવક થવા પામી છે, જેમાં મીટર વગરના નળજોડાણના રૂૂ. 18.46 કરોડ અને મીટરવાળા નળ જોડાણની રૂૂ. 14.પ4 કરોડ ની આવક નો સમાવેશ થાય છે.

તા. 13-ર-ર0ર6 થી તા. 31-3-ર0ર6 સુધી 100 ટકા વ્યાજ માફી યોજના અમલમાં મૂકવામાં આવી હતી, જેમાં મિલકત વેરામાં ર8,0ર3 આસામી અને પાણીના જોડાણવાળા 1ર,476 આસામીઓએ લાભ લીધો હતો. જેમાં બન્નેમાં મળીને કુલ રૂૂ. પ7,9ર,99,7પ9 ની વેરાની રકમમાંથી 40,6ર,61,897 ની આવક મળી હતી, જ્યારે રૂૂમ. 16,40,37,86ર નું ડીસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું. આમ મિલકત વેરામાં રૂૂ. ર00 કરોડનો લક્ષ્યાંક અપાયો હતો જેની સામે રૂૂમ. 163 કરોડ 6પ લાખની આવક મળી છે, જ્યારે રેલવે વિભાગના 3પ કરોડ લેવાના બાકી રહ્યા છે. જેની વસૂલાત માટે વાટાઘાટો ચાલી રહી છે. આમ લગભગ લક્ષ્યાંક પૂર્ણ થયો છે. આ કામગીરી મ્યુનિ. કમિશનર ડી.એન. મોદીની સૂચનાથી આસી. કમિશનર (ટેક્સ) જીગ્નેશ નિર્મળની રાહબરી હેઠળ રિકવરી સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *