જામનગર મહાપાલિકાની ફૂડ શાખા દ્વારા ચેકિંગ, 56.5 કિલો અખાદ્ય પદાર્થનો નાશ કરાયો

હોટલ, રેસ્ટોરન્ટમાં વેજ, નોનવેજનું સિમ્બોલ, પનીર, ચીઝ કયા પ્રકારનું તેલ વપરાય છે તે વંચાય તેવું બોર્ડ લગાડવા સૂચન કરાયું જામનગર મહાનગરપાલિકાની ફુડ વિભાગની ટીમ દ્વારા…

હોટલ, રેસ્ટોરન્ટમાં વેજ, નોનવેજનું સિમ્બોલ, પનીર, ચીઝ કયા પ્રકારનું તેલ વપરાય છે તે વંચાય તેવું બોર્ડ લગાડવા સૂચન કરાયું

જામનગર મહાનગરપાલિકાની ફુડ વિભાગની ટીમ દ્વારા શહેરમાંથી ખાણીપીણીના નમુના લેવામાં આવ્યા હતા. તેમજ અનેક હોટલ રેસ્ટોરન્ટને નિયમનું પાલન કરવાની સુચના આપવામાં આવી હતી જ્યારે કુલ 56.5 કિલો અખાદ્ય પદાર્થો નો નાશ કરવામાં આવ્યો હતો.ઉનાળા ની સીઝનને અનુલક્ષીને જામનગર મહાનગરપાલિકા ના કમિશ્નર ડી.એન.મોદી ની સુચના અને માર્ગદર્શન હેઠળ જામનગર મહાનગરપાલિકા ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા શહેર ના અલગ અલગ વિસ્તાર માંથી બરફ (2), શેરડી નો રસ (3), ફાલુદો, લીંબુ સોડા તેમજ રેસિડેન્શિયલ ઝોન, દરેડ માંથી ફાઈનલ વોટર (લુઝ) (6) સર્વેલન્સ ખાદ્ય પદાર્થના કુલ 13 નમુના લઈ પરીક્ષણ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી ઢીંચડા, જામનગર ખાતે બેકટેરીયોલોજીકલ તપાસ અર્થે મોકલવામાં આવેલ છે. જેના પૃથ્થકરણ રીપોર્ટ આવ્યે થી નિયમો મુજબ ની કાર્યવાહી કરવામાં આવશે.

તેમજ 116/જી.આઈ.ડી.સી રોડ, ફેઝ-ના દરેડ ખાતે થી ઉત્પાદક પેઢી માંથી પનીર (લુઝ), ચીઝ એનાલોગ (લુઝ) બે ખાદ્ય પદાર્થ ના નમુના લઇ ચકાસણી અર્થે ફૂડ ડ્રગ લેબોરેટી વડોદરા ખાતે મોકલવામાં આવ્યા.
તેમજ કમિશ્નર ગાંધીનગર ની સુચના અનુસાર જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ હોટેલ/ધાબા/રેસ્ટોરન્ટ/ફાસ્ટફૂડ ની લારીઓ વગેરે માં જામનગર મહાનગરપાલિકા ની ફૂડ વિભાગ ની ટીમ ધ્વારા ફૂડ સેફટી ઓન વ્હીલ્સ ને સાથે રાખી 9 ફાસ્ટ ફૂડ પેઢી/રેકડી માં પનીર/એનાલોગ/ ચીઝ જે વાપરતા હોય તેનું કસ્ટમરને વંચાય તેમ સ્પષ્ટ બોર્ડ લગાડવું, ના રૂૂલ્સનું બોર્ડ લગાડવું તથા કયું તેલ વાપરો છો ? તે બોર્ડમાં સ્પષ્ટ દર્શાવવું. વગેરે સુચના આપવામાં આવેલ.

જામનગર મહાનગરપાલિકા ની ફૂડ.વિભાગ ની ટીમ ધ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલ ફાસ્ટફૂડ, હોટલ-રેસ્ટોરન્ટ, સ્ટોલ પર રૂૂબરૂૂ ઇન્સપેક્શન દરમિયાન સાફ સફાઈ અને સ્વછતા જાળવવી, હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવા, સમયસર પેસ્ટકંટ્રોલ કરાવી લેવા, પેઢીમાં કામ કરતા કર્મચારી ના ફીટનેશ સર્ટીફિકેટ કરવા. ખાદ્ય પદાર્થ ઢાંકી ને રાખવા, વાસી ખોરાક ન રાખવા વગેરે બાબતે સુચનાઓ આપવામાં આવેલ. ચેકિંગ દરમ્યાન અલગ અલગ પેઢીઓ માંથી આશરે 56.5 કિલોગ્રામ – ખાદ્ય પદાર્થ/ડેરી એનાલોગ/ચીઝસ્પ્રેડ/વેજફેટ વગેરે મળી આવતા નાશ કરાવવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *