જામનગર મનપા દ્વારા વધુ ત્રણ આસામીની મિલકત સીલ

જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરા ની બાકી વસૂલાત માટે આકરા પગલા લેવામાં આવી રહ્યા છે ને મિલકત જપ્તી સહિત ની કડક કાર્યવાહી કરવામાં આવી હરહી…

જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરા ની બાકી વસૂલાત માટે આકરા પગલા લેવામાં આવી રહ્યા છે ને મિલકત જપ્તી સહિત ની કડક કાર્યવાહી કરવામાં આવી હરહી છે. દરમ્યાન ગઈકાલે ત્રણ મિલકતો સીલ કરવામાં આવી હતી.

જામનગર મહાનગરપાલિકા દ્વારા વસૂલાતા મિલકત વેરા સહિત બાકી રોકતા વિવિધ પ્રકાર ના વેરા ની કરોડો ની વસૂલાત બાકી છે.ત્યારે જામનગર મહાનગરપાલિકાના ઈનચાર્જ આસી. કમિશનર (ટેક્સ )જીગ્નેશ નિર્મલ ની સૂચના થી મિલકત વેરા વસૂલાત વિભાગ ના અધિકારીઓ ની ટીમ દ્વારા ગઈકાલે ઉદ્યોગ નગર વિસ્તાર માં ત્રણ મિલકત સીલ કરવામાં આવી હતી.જે મિલકત ધારકો પાસે થી કુલ રૂૂ.9 લાખ 94 હજાર વસૂલાત બાકી છે.

જેમાં શંકર ટેકરી જીઆઇડીસી શેડ નંબર 451/2 ના ભાડુઆત કરીમભાઈ મલેક રૂૂપિયા ( રૂૂ.2,10,462) , શેડ નંબર 452/2, ના એક્લેસેન્ટ ઇન્ડસ્ટ્રીઝ ના રૂૂ.1,69,607, અને તથા ફેઝ -2 ના પ્લોટ નંબર 11/12 અરવિંદભાઈ શાહ અને આશોકભાઈ ( રૂૂ.6,14,701) નો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *